Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

યુવકે કોપીરાઇટનો દાવો કરતા કિંજલ દવેનું ચાર બંગડીવાળા ગીત અંગે કોમર્શિયલ કોર્ટમાં સુનાવણી

અમદાવાદ : ઓસ્ટ્રેલિયાના કાઠીયાવાડી કિંગ તરીકે જાણીતા યુવકે ચાર બંગડીવાળા ગીત બાબતે કોપીરાઈટનો દાવો કરતા કોમર્શિયલ કોર્ટે આ ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો અને કિંજલ દવેને આ ગીત કોઈપણ કોમર્શિયલ કાર્યક્રમમાં નહીં ગાવા અને ઈન્ટરનેટ પરથી હટાવી દેવા આદેશ કર્યો હતો.

કોર્ટે આદેશ કર્યો હતો કે, આ ગીત હવે કોઈને પણ ન વેચવામાં આવે. આ કેસની સુનાવણી આજે હાથ ધરાશે. કિંજલ દવેના પ્રખ્યાત ગીત 'ચાર બંગડીવાળી ગાડી' સામે મૂળ ગુજરાતી પણ ઓસ્ટ્રેલિયાના વતની એવા કાર્તિક પટેલે કરેલી અરજી પર આજે સુનાવણી છે. અમદાવાદની કમર્શિયલ કોર્ટમાં આ કેસની સુનાવણી થશે. કાઠિયાવાડી કિંગના નામથી જાણીતા કાર્તિક પટેલનો દાવો છે કે, આ ગીત તેમણે લખેલું છે. પણ કિંજલ દવેએ ગીતમાં બે ચાર ફેરફાર કરીને પોતાના નામે ગાયું છે. અરજી સંદર્ભે કોર્ટે આ ગીતને યૂ ટ્યૂબ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી લેવાનો અને જાહેર કાર્યક્રમમાં આ ગીત પર પરફોર્મ નહીં કરવાનો આદેશ અગાઉ જ કરી દીધો છે.

ત્યારે કોપી રાઈટ ભંગના આ કેસમાં કિંજલ દવે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. કારણ કે 2016માં આ ગીત આવ્યા બાદથી જ કિંજલ દવેને સ્ટારડમ મળ્યું હતું. અરજી કરનારા કાર્તિક પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ લડાઈ આર્થિક વળતરની નહીં પણ ઓળખ માટેની છે. કિંજલ દવે સામે કોપીરાઈટની અરજી કરનારા કાર્તિક પટેલ મૂળ જામનગર જિલ્લાનો વતની છે. તેણે જામનગરની એમપી શાહ કૉમર્સ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે. ઓસ્ટ્રેલિયા જતાં પહેલા તેણે ગુજરાતની એક આઈટી કંપનીમાં કામ કર્યુ હતું. વર્ષ 2000માં વધુ અભ્યાસ અર્થે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા ગયો હતો. શરૂઆતમાં તેણે પોતાનો ખર્ચ કાઢવા ઓસ્ટ્રેલિયામાં ટેક્સી ચલાવી હતી. આ જ સમયગાળા દરમિયાન સંગીત પ્રત્યે તેને આકર્ષણ જાગ્યું હતું. કાર્તિક પટેલે ચાર બંગડીવાળી ગીત લખી ગાયું, પછી 2016માં તેને યૂ ટ્યૂબ પર અપલોડ કર્યુ હતું.

આ ગીતનું શૂટિંગ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં થયું હતું. પણ આ ગીત અપલોડ થયાના થોડા સમયમાં કિંજલ દવેએ આ જ ગીત અલગ અંદાજમાં ગાઈને યૂ ટ્યૂબ પર અપલોડ કર્યુ. યૂ ટ્યૂબની ડિજીટલ ટીમનું સૂચન હતું કે, જે દેશમાં કોપીરાઈટનો ભંગ થયો હોય ત્યાંની કોર્ટમાંથી આદેશ મેળવવો પડશે. ત્યારબાદ કાર્તિક પટેલે અમદાવાદની સ્થાનિક કોર્ટમાં કિંજલ દવે સામે કોપીરાઈટ ભંગનો કેસ કર્યો. કિંજલ દવેનો દાવો છે કે આ ગીત મનુ રબારીએ લખ્યું છે. ખાસ વાત એ છે કે ચાર બંગડીવાળી ગાડી ગીતની મારવાડી અને અન્ય ભાષાઓમાં પણ નકલ કરવામાં આવી છે. કાર્તિક પટેલ આગામી દિવસોમાં અન્યોને પણ કાયદાકીય રીતે પડકારવા માંગે છે.

(5:12 pm IST)
  • રાજ્યમાં પબજી ગેમ પર લગાવાયો પ્રતિબંધ : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર : શિક્ષકોએ આ મામલે બાળકોને સમજાવી જાગૃત કરવા આદેશ access_time 12:07 am IST

  • લોકસભાની ચૂંટણી માટે ભાજપે તમામ વિમાન અને હેલીકૉપટર બુક કરાવી લીધા :કોંગ્રેસને કરવો પડે છે સંઘર્ષ :કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે ભાજપે ચૂંટણી માટે તમામ વિમાનો અને હેલીકૉપટરનું બુકીંગ કરાવી લેતા કોંગ્રેસ વિમાન અને હેલીકૉપટર મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે access_time 1:18 am IST

  • વિડીયો : ક્યાં જઈ રહ્યો છે આજનો યુવાવર્ગ ? : રાજકોટના યાજ્ઞિક રોડ સ્થિત ધર્મેન્દ્રસિંહજી કોલેજના કેમ્પસમાં ભરબપોરે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે થયું ધીંગાણું : અગમ્ય કારણોસર વિધાયર્થીઓના આ બન્ને જૂથે કરી ધોકા, હોકી સ્ટિક અને પાઇપ વડે ભારે મારામારી : સમગ્ર ઘટના cctvમાં થઇ કેદ : એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 5:19 pm IST