Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

ગાત્રો થીજાવતી ઠંડીમાં માઘ સ્નાન કરતા મેમનગર ગુરુકુલ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોને સંતો સહિત ૬૫૦ વિદ્યાર્થીઓ માઘ સ્નાન કરવાથી ખડતલપણુ, સાહસિકતા અને ધાર્મિકતાના ગુણો કેળવાય છે.

અમદાવાદ તા.૨૧ ચાતુર્માસ દરમ્યાન વિવિધ વ્રતો, નવરાત્રી દરમ્યાન ઉપવાસ, એકાદશી ઉપવાસ, વગેરે વ્રતો વિજ્ઞાનની દ્રષ્ટિએ આરોગ્ય વર્ધક તો હોય છે જ. પણ આવા વ્રતો જો ભગવત પ્રસન્નાર્થે કરવામાં આવે તો મોક્ષ મુલક બની જાય છે.

     પોષસુદ પુનમ થી મહાસુદ પુનમ (તા૨૧--૨૦૧૯થી તા.૧૯----૨૦૧૯) એક માસ સુધી કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરવું એ માઘ સ્નાન કહેવાય છે.

    પદ્મપુરાણ તથા સત્સંગીજીવન વગેરે શાસ્ત્રોમાં પણ માઘ સ્નાનનો મહિમા વર્ણવ્યો છે.માઘ સ્નાન કરવાથી ગમે તેવા પાપ બળી જાય છે. તે કરતાંય માઘ સ્નાન કરવાથી ખડતલપણુ, સાહસિકતા અને ધાર્મિકતાના ગુણો કેળવાય છે.

    માઘ સ્નાન ધર્મ તેમજ વિજ્ઞાન સાથે ઓતપ્રોત છે. તીર્થરાજ પ્રયાગરાજ, નૈમિષારણ્ય, હરિદ્વાર,ઉજ્જૈન વગેરે તીર્થોમાં ભાવિકો માઘ સ્નાન કરતા હોય છે.   

    સમુદ્ર, નદી કે તળાવ નજીકમાં ન હોય તો કુંભારને ત્યાંથી કોરા માટલા લાવી, સાંજના સમયે તેમાં પાણી ભરી, ખુલ્લામાં મૂકી વહેલી સવારે તે ઠંડા પાણીથી સ્નાન કરવું તેને માઘ સ્નાન કહેવાય છે. માઘ સ્નાન એક માસ સુધી કરવાનું હોય છે

    મેમનગર તથા  SGVP ગુરુુકુલમાં વિદ્યાર્થીઓને નહાવા માટે ગરમ પાણીની વ્યવસ્થા હોવા છતાં, સ્વેચ્છાએ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને શાળાના આચાર્ય શ્રી સૂર્યકાંતભાઇ પટેલની પ્રેરણાથી મેમનગર ગુરુકુલના ૪૫૦ વિદ્યાર્થીઓ, SGVP ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ભણતા૧૫૦ ઋષિકુમારો, SGVP ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વડતાલ, ગઢડા, જૂનાગઢ, સારીંગપુર, વગેરે ધર્મસ્થાનોમાંથી, શાસ્ત્રી તેમજ આચાર્ય કક્ષામાં અભ્યાસ કરતા ૫૦ સંતો અને શિક્ષકો  પણ જોડાયા છે.

 

 

(2:40 pm IST)