Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

અરવલ્લીમાં જુદા જુદા અકસ્માતના ચાર બનાવ: 9ને ગંભીર ઇજા

અરવલ્લી:જિલ્લાના જુદાજુદા ૪ સ્થળોએ સર્જાયેલ વાહન અકસ્માતોમાં ૯ જણા ઘવાયા હતા.જેમાં મોડાસા-ધનસુરા માર્ગ પરના આલમપુર સ્ટેન્ડ નજીકથી પસાર થતી મુસાફરો ભરેલ રીક્ષાને ટ્રકે ટક્કર મારતાં એક મહિલા સહિત પાંચ જણાઓને ઈજાઓ પહોંચતાં ઈમજરન્સી સેવા ૧૦૮ દ્વારા મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મોડાસા ના માલપુર રોડ ઉપર બાઈક સ્લીપ થતા એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જયારે મેઘરજ તાલુકાના કાલીયાકુવા અને વાવકંપા નજીક બે અકસ્માતોમાં રીક્ષા રોડ સાઈડના ખાડામાં ઉતરી પડતાં બે અને બાઈક સ્લીપ જતાં બાઈક ચાલકને ઈજાઓ પહોંચી હતી. આમ રવિવારના દિવસે જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધુ નોંધાયું હતું.

(5:42 pm IST)