Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

રાધનપુર-મહેસાણા હાઇવે પર સરકારી જમીનનું રેકોર્ડ બનાવી શોપિંગ સેન્ટર ઉભું કરનાર બિલ્ડરની રંગે હાથે ધરપકડ

પાટણ:જિલ્લાના રાધનપુર-મહેસાણા હાઈવે પર આવેલ સરકારી જમીનનું ખોટુ રેકર્ડ બનાવી શોપિંગ સેન્ટર ઉભુ કરનાર બિલ્ડરની પોલીસે ધરપકડ કરતા નગરમાં ચકચાર મચી જવા પામી હતી. આ કેસમાં એક સરકારી અધિકારી સહિત અગાઉ છ ઈસમોને પોલીસે આરોપી બનાવ્યા હતા. જ્યારે ગતરોજ બિલ્ડરની ધરપકડ થતા છ વરસ બાદ કેસનું ભૂત ધુણ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર રાધનપુર મહેસાણા હાઈવે પર આવેલ ભણસાલી ટ્રસ્ટની સામેની બાજુ સરકારી જમીન આવેલી હતી. જેનો સીટીસર્વે નંબર 6702 અને રે.સં.નં.377/2 પૈકી 1 છે. આ સરકારી જમીન ઉપર પંચાલ દજુભાઈ આત્મારામનો વરસોથી ગેરકાયદેસર કબજો હતો. હાઈવે ઉપર આવેલ મહામુલી જમીન પર નગરના કેટલાક ભૂમાફીયાઓની નજર પડતા તેમને આ જમીન પચાવી પાડવા 2013 પેંતરો રચ્યો હતો. જેમાં રાધનપુર ખાતે આવેલ સીટીસર્વે કચેરીમાં આ સરકારી જમીનનું બોગસ પ્રોપર્ટીકાર્ડ બનાવ્યું હતું.

(5:44 pm IST)