Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

શિનોરના મોટાફળીયા ગામે એસટી બસની અડફેટે મહિલાનું કરૂણમોત :ચાલક ફરાર

માલસર થી ડભોઇ તરફ જતી એસ ટી બસ અડેફેટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દિયર માટે ટિફિન લઇને જતા શારદાબેન વસોયાનું કમકમાટીભર્યું મોત

વડોદરા જિલ્લાના શિનોરના મોટાફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના દરવાજા પાસે માલસરથી ડભોઇ તરફ જતી એસ.ટી બસે એક મહિલાને અડફેટે લઈ લેતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજયુ હતું જ્યારે એસ.ટી.બસ ચાલક ઘટના સ્થળે બસ મૂકીને ફરાર થઈ ગયો હતો.

  મળતી વિગત મુજબ મોટાફોફળિયા ગામેં રહેતા શારદા બેન વસાવા પોતાના દિયર માટે મોટાફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટિફિન લઈને જતા હતા તે દરમિયાન યમદૂત બનીને માલસરથી ડભોઇ તરફ જતી એસ ટી બસ ના ચાલકે શારદાબેન વસાવાને અડફેટે લેતા તેમને ગંભીર ઇજાઓને પગલે તેણીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

  અકસ્માત સર્જનાર એસ.ટી.બસ ચાલક ઘટના સ્થળે એસ.ટી.બસને મૂકીને ફરાર થઈ ગયો હતો શિનોર પોલીસે બસ ચાલક સામે અકસ્માત નો ગુનો નોંધી ને તપાસ હાથધરી છે.

(12:22 am IST)