Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફરીવાર થયો ફેરફાર :હવે 23મી એપ્રિલે લેવાશે પરીક્ષા

આ સમયે CBSCની પરીક્ષા હોવાથી તારીખમાં ફેરફાર કરાયોઃ અગાઉ 30 માર્ચ બાદમાં 4 એપ્રિલે પરીક્ષા લેવાનાર હતી

અમદાવાદ :ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રરન્સ ટેસ્ટ)ની પરીક્ષાની તારીખમાં ફરીવાર ફેરફાર કરાયો છે ગુજકેટની  પરીક્ષા હવે 4 એપ્રિલના બદલે 23 એપ્રિલના રોજ લેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ નિર્ણય કર્યો છે. આ સમયમાં CBSEની પરીક્ષા હોવાથી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  આ પહેલા ગુજકેટની પરીક્ષા 30 માર્ચના રોજ યોજાવાની હતી પણ તે બદલીને 4 એપ્રિલ કરવામાં આવી હતી. જોકે ફરી પાછી આ તારીખમાં ફેરફાર કરતા 23 એપ્રિલ કરવામાં આવી છે.

  આ પરીક્ષા અલગ અલગ ચાર ઝોનમાં યોજાશે. આ વર્ષે સાયન્સમાં દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાય તેવી શક્યતા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ-12 સાયન્સ બાદ વિવિધ સ્ટ્રીમમાં એડમિશન લેવા માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવતી હોય છે. આ પરીક્ષા પછી વિદ્યાર્થીઓ એન્જિનીયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા વગેરે સ્ટ્રીમમાં એડમિશન મેળવી શકે છે

(11:13 pm IST)
  • અમદાવાદમાં પ્રદુષણ વધ્યુઃ આંક ૩૦૭ નોંધાયોઃ ''ખુબ જ ખરાબ'' શ્રેણી અમદાવાદમાં પ્રદુષણ આંક ૩૦૭ નોંધાતા ''ખુબ જ ખરાબ'' ની શ્રેણીમાં આવી ગયુ છે. શહેરના નવરંગપુરા, રખીયાલ અને ચાંદખેડામાં પરિસ્થિતી સૌથી ખરાબ છે access_time 3:32 pm IST

  • સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે :બસપાના સુપ્રીમો માયાવતી સહારનપુરથી ચૂંટણી લડવાની વાત નક્કી :બંને દળના નેતા સુરક્ષિત સીટની સાથે આઝમગઢ અને સહારનપુર બંને પસંદ કરી છે જેની અસર દૂર સુધી રહેશે access_time 1:19 am IST

  • બનાસકાંઠામાં ટ્રેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના કરૂણમોત : કુચવાડા પાસે ટ્રેલર રિક્ષા પર ફરી વળતાં રિક્ષામાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત:રિક્ષામાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વિઠોદર આગ માતાના દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તામાં કાળ ભેટ્યો access_time 1:19 am IST