Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

અમદાવાદમાં અેક વખત ચાર્જ કર્યા બાદ ૨૦૦ કિ.મી. સુધી દોડતી બેટરીવાળી ઇલેકટ્રીકલ બસ દોડશે

અમદાવાદ: ‘બેટરી સ્વૉપ’ (બેટરી બદલી શકાય તેવી) ટેક્નોલોજીવાળી દેશની પ્રથમ ઈલેક્ટ્રિકલ બસ અમદાવાદમાં શરૂ થશે. 35 કિલોમીટરનો RTOથી RTO સુધીનો સર્ક્યુલર રૂટ એક જ વાર બેટરી ચાર્જ કરવાથી પૂરો થશે. ત્યારબાદ ઈલેક્ટ્રિક બસ રાણીપ ડેપો પર ઊભી રહેશે જ્યાં 120 સેકંડમાં જૂની બેટરી કાઢી નવી બેટરી લગાવી દેવાશે. મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ કહ્યું, “S વર્ઝનના સ્પેશિયલ ચાર્જિંગ યુનિટમાં ગણતરીની મિનિટમાં બેટરી ચાર્જ થઈ જશે. લિથિયમ-આઈઓન ( lithium-ion) બેટરી બદલવા માટે તૈયાર થઈ જશે.”

વાઈબ્રન્ટ ગુજરાત ટ્રેડ શોમાં સૌપ્રથમ વખત અમદાવાદ શહેરની કસ્ટમાઈઝ્ડ ડિઝાઈનનું મોડલ મૂકવામાં આવ્યું. આગામી 15 દિવસમાં કેટલીક બસ શરૂ કરવામાં આવશે. આ બસમાં સીદી સૈયદની જાળીનું ગ્રાફિક્સ જોવા મળશે. વિજય નહેરાએ જણાવ્યું કે, “એપ્રિલના અંત સુધીમાં 50 ઈલેક્ટ્રીક બસ શરૂ થઈ જશે. જેમાંથી 18 બસમાં બેટરી બદલી શકાય તેવી સિસ્ટમ હશે જ્યારે બાકીની બસમાં ઝડપથી ચાર્જિંગ થઈ શકે તેવી ‘Circuit-F’ની સુવિધા હશે. આ વર્ષના અંત સુધીમાં અમદાવાદના પબ્લિક ટ્રાન્સપોર્ટ નેટવર્કમાં ‘સર્કિટ-F’ અને ‘સર્કિટ-S’ધરાવતી 350 ઈલેક્ટ્રિક બસ શરૂ કરવાનો લક્ષ્યાંક છે.”

ઝડપથી ચાર્જ થતા ‘સર્કિટ-F’વાળી બસ એક વખત ચાર્જ કર્યા બાદ 200 કિલોમીટર સુધી ચાલશે અને 4 કલાકમાં ફરીથી ચાર્જ થઈ જશે. અશોક લેલેન્ડના ઓપરેશન યુનિટ E-MASS હેઠળ પ્રતિ કિલોમીટર 63 રૂપિયાના ખર્ચે આ બસો કાર્યરત થશે. વિજય નહેરાએ કહ્યું, “સ્વૉપ ટેક્નોલોજી માટે અમે સામેથી તૈયારી દર્શાવતાં કંપની ઈ-બસ શરૂ કરવાની જરૂરી તમામ સુવિધાઓ 50 કરોડ રૂપિયામાં પૂરી પાડશે.

(5:11 pm IST)