Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

સુરતમાં યુવતીઓની છેડતી કરનાર યુવક્ની જાહેરમાં ધોલાઈ

છેલ્લા કેટલાય દિવસોથી યુવતીઓનો પીછો કરી છેડતી કરતા લોકોએ મેથીપાક ચખાડ્યો

સુરત ;સુરતમાં મહિલાઓ અને યુવતીઓની છેડતી કરતા યુવક્ની જાહેરમાં ધોલાઈ કરવામાં આવી હતી આવતી જતી યુવતીઓ અને મહિલાઓની છેડતી કરવાના આરોપસર વિકૃત માનસિકતા ધરાવનાર યુવકને જાહેરમાં લોકોએ લમધાર્યો હતો
  જાણવા મળતી વિગતો મુજબ સુરતના સીટી લાઈટ વિસ્તારમાં આવેલ સોસાયટી નજીક બનેલી ઘટનામાં સ્થાનિક લોકોએ છેડતી કરતા યુવકને ઝડપી પાડી બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. મોહનદીપ સોસાયટી નજીક યુવક છેલ્લા કેટલાક દિવસોથી ત્યાંથી આવતી-જતી મહિલાઓ અને યુવતીઓનો પીછો કરી છેડતી કરતો હતો .

(11:31 pm IST)