Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ગાંધીનગરની બંધ ફેકટરીમાં દારૂ કટીંગના ગોરખધંધા ઝડપી લેતા પોલીસઃ ૧ર.ર૭ લાખનો મુદામાલ જપ્ત

ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવી સેકટર નં. ર૮ જીઆઇડીસીના પ્લોટ નં. પ૦૮માં બંધ પડેલી ફેકટરીમાં દરોડો પાડી અને ફકીર મહમદ સીન્ધીની મદદથી ઇંગ્લીશ દારૂનું અલગ-અલગ ગાડીઓમાં કટીંગ કરવાનું હરીયાણાના અમીત ચૌધરીનું કારસ્તાન ઝડપી લીધું હતું.

 પોલીસે દરોડો પાડી આ ફેકટરીમાંથી  ફકીર મહમદ કે જે ફેકટરીમાં રહેતો હતો તેના ઉપરાંત  કિશોર કનૈયાલાલ વનજાણી (નાના ચિલોડા) નરેશ ગંગારામ માનવાણીને ઝડપી લીધા હતા. આ દરોડો દરમિયાન કુલ રૂા. ૬,પ૦,૭૦૦ની કુલ ૧૭પ૩ નંગ ઇંગ્લીશ દારૂની બોટલ તથા કાર અને બાઇક મળીને કુલ પ.૭૦ લાખના વાહનો તથા ૭ હજારના મોબાઇલ સહીત કુલ રૂા. ૧ર,ર૭,૭૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. ઉપરોકત આરોપીઓ પૈકી ફેકટરીમાં રહેતા ફકીર મહમદ નુરમહમદ સીંધીની પુછપરછમાં પોલીસને માલુમ થયું હતું કે ફેકટરી બંધ હાલતમાં હતી અહીં હરીયાણાો અમીત ચૈડસીંઘ ચૌધરીને દારૂ ઉતારવા માટે પોતે જ ભાડે આપી દીધી હતી. જયારે ઇશ્વર વનજાણી અને નરેશ ગંગારામ દારૂના માલની ડીલીવરી લેતા પકડાયા હતા જેની તેમણે કબુલાત કરતા પોલીસે આ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:48 pm IST)