Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

તમિલનાડુના સંચાલકે વડોદરાની કંપનીના માલિકને 25 કરોડની લોન અપાવવાના બહાને 20 લાખનો ચૂનો ચોપડ્યો

વડોદરા:તામિલનાડુમાં પોલિટેકનિક કોલેજ ચલાવતા સંચાલકને રૂા.૨૫ કરોડની લોન અપાવવાને બહાને વડોદરાની શીવધારા કંપનીના ડાયરેક્ટર અને અન્ય મળતિયાઓએ રા.૨૦ લાખનો ચૂનો ચોપડતા તેમણે ફરિયાદ નોંધાવી છે.

તમિલનાડુના તિરૂચિરાપલ્લી ખાતે રહેતા અને એમ એમ પોલીટેકનિક કોલેજ ધરાવતા નાગરાજન વિ.મારીયપ્ને પોલીસને જણાવ્યુ છે કે,કોલેજના ડેવલેપમેન્ટ માટે રૂપિયાની જરૂર હોઇ એક મિત્ર મારફતે વડોદરાના નટવરભારતી ચંદુભારતી ગોંસાઇ (રહે.સુરભિપાર્ક, આજવારોડ) સાથે માર્ચ-૨૦૧૭માં સંપર્ક થયો હતો.

નટવરભારતીએ પ્રોસેસિંગ ફીના રૂા.૨૦ લાખ લીધા હતા અને લખાણ કરી એક મહિનામાં લોન નહી મળે તો વળતો ચેક આપ્યો હતો.તેણે આરસી દત્તરોડ પર સેન્ટર પોઇન્ટમાં આવેલી શીવધારા કંપનીના ડાયરેક્ટર જૈમિકા વિમલ અલીવાલાનો સંપર્ક કરાવ્યો હતો.જૈમિકાની સાથે કર્મચારી જયેશ પટેલ અને બીનીતાએ પણ વાતચીત કરી હતી.તેમણે કમિશન પેટે ૪ ટકા નક્કી કર્યા હતા.

વારંવાર પ્રયત્નો કરવા છતા લોનની રકમ મળી નહતી અને કોલેજના સંચાલકને આપેલો ચેક પણ રિટર્ન થયો હતો.

ઉપરોક્ત ફરિયાદને આધારે પોલીસે નટવરભારતી, જૈમિકા અલીવાલા, જયેશ પટેલ અને બીનીતા સામે ગુનો દાખલ કર્યો છે.

(5:56 pm IST)