Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ઈડરના ભેટાલી નજીક પોલીસે બાતમીના આધારે જીપમાંથી 1.74 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

ઈડર:ઈડર-હિંમતનગર હાઈવે પર ભેટાલી નજીકથી ગત મધ્ય રાત્રિએ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક વિદેશી દારૂ ભરેલી જીપગાડીને ઝડપી પાડી રૂ. ૧.૭૪ લાખના દારૂ સહિત રૂ. ૪.૭૪ લાખનો મુદ્દમાલ કબ્જે લીધો હતો. આ અંગે પોલીસે ફરાર જીપચાલક વિરુધ્ધ પ્રોહિબીશનની ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી છે.
મળતી વિગતો અનુસાર જિલ્લાની એલ.સી.બી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાત્રિના સુમારે ઈડર-હિંમતનગર હાઈવે પરથી જીપગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી થવાની છે. જે આધારે પોલીસની ટીમ આ હાઈવે પર આવેલી ભેટાલી ગામના મહાકાલી મંદિર પાસે વોચમાં હતી તેવામાં બાતમીવાળી બોલેરો જીપગાડી આવતાં, પોલીસે આ જીપને રોકવા માટે ઈશારો કર્યો હતો. દરમિયાન દુરથી જ પોલીસને જોઈ સ્થિતિ પામી ગયેલા જીપચાલક પકડાઈ જવાના ડરથી જીપને રોડ વચ્ચે જ છોડી જઈ અંધકારનો લાભ લઈ પલાયન થઈ ગયો હતો.
બાદમાં પોલીસે જીપની તલાશી લેતાં જીપમાંથી અલગ અલગ માર્કાવાળી ૨૯ પેટી (૩૪૮ બોટલ) વિદેશી દારૂ મળી આવ્યો હતો જેની કિંમત ૧૭૪૦૦૦ જેટલી થવા જાય છે જેથી પોલીસે દારુ તથા ૩૦૦૦૦૦ લાખની જીપ મળી કુલ રૂ. ૪,૭૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

(5:56 pm IST)