Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

બનાસકાંઠામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ: મહિલા સહીત 6 ઈજાગ્રસ્ત

બનાસકાંઠા:માં બે જૂથ વચ્ચે અથડામણ થયાની ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા પાવડાસણ ગામે જમીન બાબતે રબારી અને ઠાકોર કોમ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં 6 લોકોને ઈજા થઈ છે.

આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એમ્બ્યુલેન્સ દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ
અથડામણમાં એક કોમ તરફથી ટ્રેકટરથી ટક્કર મારવામાં આવી હતી. જેના બાદ મામલો બિચક્યો હતો.

મામલો ઉગ્ર બનતા તલવાર અને ધારિયા વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. બે કોમો વચ્ચેની અથડામણમાં બે મહિલા સહિત ત્રણને ગંભીર ઇજા થઈ હતી. ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતા. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

બનાસકાંઠાના આ ધીંગાણા વિશે જાણવા મળી રહ્યું છે કે, ઠાકોર કોમના લોકો દ્વારા રબારી મહિલા ઉપર ટ્રેક્ટર ફેરવવામાં આવ્યું હતું, જેના બાદ લોકો તલવાર અને ધારિયાના ઘા ઝીંકતા મામલો બિચક્યો હતો.

આ બબાલમાં સોનાભાઇ રત્નાભાઇ રબારી (ઉ, 45), મફીબેન કાચબાભાઈ રબારી (ઉ.વ 40) અને ગૌરીબેન પનભાઈ રબારી (ઉ.વ 40) તમામ રહે પાવડાસણને ગંભીર ઇજા થતા સારવાર અર્થે 108 દ્વારા ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(5:52 pm IST)