Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

આણંદ નજીક બોરીયાવીમાં એનઆઇઆરના બંધ મકાનમાં તાળું તોડી તસ્કરોએ 4 લાખની મતાનો હાથફેરો કર્યો

આણંદ:નજીક આવેલા બોરીયાવી ગામે ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા કેટલાક તસ્કરોએ એનઆરઆઈના બંગલાનુ તાળી તોડીને અંદર પ્રવેશ કરી સોનાની ચેઈનવાળુ ઘડિયાળ, પાંચ સાડીઓ તેમજ ૬૦૦ ડોલર મળીને કુલ ચાર લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને ડોગ સ્કવોડ તથા એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે.
ચોરીની મળતી વિગતો અનુસાર મુળ વિરસદના રાજેન્દ્રભાઈ રાવજીભાઈ પટેલ છેલ્લા ૪૦ વર્ષથી યુએસએમાં સ્થાયી થયા છે. તેઓએ બોરીયાવી ગામે બનેલ ઈસ્કોન કાઉન્ટ્રીમાં બંગલો રાખ્યો છે જેમાં યુએસએથી આવે ત્યારે રહે છે. થોડા સમય પહેલાં જ તેઓ પત્ની સાથે યુએસએથી આવ્યા હતા અને ગઈકાલે સાંજના છ વાગ્યાના સુમારે પત્ની સાથે બંગલાને તાળુ મારીને નિસરાયા ગામે લગ્નમાં ગયા હતા. ત્યંાંથી રાત્રીના ૧૧ વાગ્યે પરત ફર્યા હતા. એ દરમ્યાન કોઈ તસ્કરોએ ત્રાટકીને બંગલાને મારેલું તાળુ તોડીને અંદર ઘુસી સોનાની ચેઈનવાળુ ઘડિયાળ, પાંચ સાડીઓ તેમજ ૬૦૦ ડોલર મળીને કુલ ૪ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
આ અંગે તેઓએ રૂરલ પોલીસને જાણ કરતાં પોલીસ આવી ચઢી હતી અને તપાસ હાથ ઘરી હતી.

(5:51 pm IST)