Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

અમદાવાદના શીલજમાં નજીવી બાબતે મહિલાને સળગાવવાનો થયો પ્રયાસ : ૪ સામે થઈ બોપલ પોલીસમાં ફરિયાદ

અમદાવાદ : સાવ નજીવી બાબત પણ ઘણીવાર મોટું રૂપ લઇ લેતી હોય છે, આવીજ એક ઘટના તાજેતરમાં અમદાવાદમાં બની છે.

શીલજમાં એક મહિલાએ અમુક શખ્શોને જમીન પર ફેન્સીંગ મારતા અટકાવતા, એ લોકોએ મહિલા પર હુમલો કરીને ઢોરમાર માર્યો હતો, અને આટલેથીજ પૂરું ન કરતા મહિલા પર જ્વલનશીલ પદાર્થ છાટીને તેને જીવતી સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

અરેરાટીભરી ઘટનાને પગલે મહિલાને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે, ને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સમગ્ર મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ૪ શખ્શો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આ અરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

(5:43 pm IST)