Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ઓનલાઇન બિલ્ડીંગ પરમીશન કેઇ રીતે આપશો?: ગાંધીનગરમાં ટી.પી.અધિકારીઓ માટે વર્કશોપ

રાજકોટ તા.૨૨: ગાંધીનગરથી મુખ્ય નગર નિયોજકશ્રીની કચેરીમાંથી મુખ્યનગર નિયોજકશ્રી પી.એલ.શર્મા તથા સોફટવેર કંપનીના પ્રતિનિધિ શ્રીમતી દીપ્તિબેન  દ્વારા ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકા તથા શહેરી વિકાસ સત્તા મંડળના ઇઝ ઓફ ડુંઇગ બિઝનેશ કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન બિલ્ડીંગ પરમીશનનો વર્કશોપ રાખવામાં આવેલ હતો. તે વખતની તસ્વીરમાં આ વર્કશોપમાં ઓનલાઇન બિલ્ડિંગ પરમીશનની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ હતી. જેમાં પ્લાન ઇન્વર્ડથી શરૂઆત કરીને ભોગવટા પરવાનગી મેળવવા સુધીની ઓનલાઇન પ્રક્રિયા અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. વર્કશોપમાં સૌરાષ્ટ્રની તમામ મહાનગરપાલિકા તથા શહેરી વિકાસ અને શહેરી વિકાસ સત્તા મંડળો જેવા કે જુનાગઢ, જામનગર તથા ભાવનગરના અધિકારીઓ તથા કન્સલ્ટન્ટશ્રીઓ હાજર રહેલ હતા. તેમજ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાનો તમામ ટેકનીકલ સ્ટાફ તથા રાજકોટ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર એસોસીએશનના સ્ભોય તથા આર્કિટેકટશ્રીઓ બે ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યુ હતુ.

(4:22 pm IST)