Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

કવીશ્વર શ્રી દલપતરામના ૧૯૮મી જન્મજયંતીએ ભાવપુષ્પાંજલિ અર્પણ કરાઈ...

સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના પરમ કૃપાપાત્ર અને ગુજરાતી સાહિત્યના પુનરોદ્ઘારક કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડીનું નામ અગ્રગણ્યોમાં છે. તેમનો જન્મ સૌરાષ્ટ્ર – સુરેન્દ્રનગરના વઢવાણ ગામમાં ૨૧ જાન્યુઆરી ૧૮૨૦ માં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં કવિ દલપતરામના નામથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. એમની કવિતાઓ ઉપરાંત તેઓ એમનાં મિથ્યાભિમાન- નાટક જેવા અન્ય પુસ્તકોથી પણ તેઓ ખુબ જ જાણીતા છે. ભાષા, સાહિત્ય અને શિક્ષણના પુરોધા કવીશ્વર દલપતરામેં પ્રાથમિક શિક્ષણ વઢવાણમાં પ્રાપ્ત કર્યું અને ૧૪ વર્ષની લદ્યુવયે સદ્ગુરુ શ્રી ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો. સદ્ગુરુ શ્રી દેવાનંદ સ્વામી પાસે પરંપરાપ્રાપ્ત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતીનું શિક્ષણ લીધું. ૨૪ વર્ષની ઉમરે સ્વામિનારાયણ મંદિરમાં શ્રી ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત થયા અને સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો.પછી શ્રી દેવાનંદ સ્વામી પાસે કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતીનું શિક્ષણ લીધું. અને ૨૪ વર્ષની ઉમરે અમદાવાદ આવ્યા. અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના દ્વિતીય સાર્વભૌમવારસદાર શ્રી નિર્ગુણદાસજી સ્વામીના સાન્નિધ્યમાં આવ્યા અને તેઓ અનન્ય આશ્રિત બન્યા.

આવા મહાન કવીશ્વર દલપતરામની ૧૯૮ મી જન્મજયંતીની ઉજવણી દલપતરામ ચોક, અમદાવાદમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મહંત શ્રી ભગવત્પ્રીયદાસજી સ્વામી તથા મેયર શ્રી વગેરેએ પરમ ઉમળકાભેર ઉજવી હતી.

 

(1:15 pm IST)