Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

અમદાવાદ એરપોર્ટ પર યુકેની ફ્લાઈટમાં આવતા મુસાફરોએ ફરજીયાત RT-PCR ટેસ્ટ કરાવવો પડશે

પોઝિટિવ આવે તો ક્વોરન્ટીન થવું પડશે: ટેસ્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસ ક્વોરન્ટીન થવું પડશે

નવી દિલ્હી : બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકાર બહાર આવતા  ભારતે UKથી આવનારી ફલાઈટ્સ પર 22થી 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.UKમાં વાઈરસ વધુ ઘાતક બનવાની ભીતિને પગલે અમદાવાદ એરપોર્ટ પર UKની ફ્લાઈટમાં આવતા કે UK થઈને આવતી ફ્લાઈટમાં આવતા તમામ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુસાફરોએ ફરજીયાત RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. ટેસ્ટ પોઝિટિવ આવે તો ક્વોરન્ટીન થવું પડશે માત્ર એટલું જ નહીં, ટેસ્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસ ક્વોરન્ટીન થવું પડશે.

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા,માસ્ક પહેરવા અને ખાસ સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં એરપોર્ટ પર મુસાફરોએ ફરજીયાત RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. ટેસ્ટ પોઝિટિવ આવે તો ક્વોરન્ટીન થવું પડશે માત્ર એટલું જ નહીં, ટેસ્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસ ક્વોરન્ટીન થવું પડશે.

દેશમાં 22 ડિસેમ્બરના રાતના 12 વાગ્યા સુધીમાં આવનારી UKની ફ્લાઈટના તમામ મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. ત્યાર બાદ તમામ ફ્લાઈટ્સ બંધ થઈ જશે. આ પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.

વાઇરસમાં સતત ફેરફાર થતા રહે છે, એટલે કે તેના ગુણધર્મો બદલાતા રહે છે. કેટલીકવાર વાઇરસ પહેલાં કરતાં અનેક ગણો વધારે મજબૂત અને જોખમી બને છે. આ પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે કે વૈજ્ઞાનિકો હજી વાઇરસના એક સ્વરૂપને પણ સમજી શક્યા નથી હોતા ત્યાં એનું એક નવું સ્વરૂપ બહાર આવે છે. વૈજ્ઞાનિકોનું એવું અનુમાન કરે છે બ્રિટનમાં જોવા મળતા કોરોના વાઇરસનું નવું સ્વરૂપ પહેલાં કરતાં 70% વધુ જોખમી હોઈ શકે છે.

(12:15 am IST)