Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે નર્મદા જિલ્લા બીજેપી હોદ્દેદારોની બેઠક મળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે  નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા બીજેપી હોદ્દેદારોની બેઠક રાજપીપળા એપીએમસી ખાતે મળી હતી.
બેઠક વંદેમાતરમના ગાન સાથે શરૂ થઈ હતી. ત્યારબાદ નર્મદાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના ઇન્ચાર્જ અને પૂર્વ ધારાસભ્ય તથા પ્રદેશ સંગઠનના મહામંત્રી રમેશભાઈ મિસ્ત્રી,દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર તથા જિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામ પટેલ જિલ્લા હોદ્દેદારો ,મંડળના પ્રમુખ- મહામંત્રીઓ આઇટી-સોશિયલ મીડિયા અને મીડિયા ના હોદ્દેદારો સાથે અલગ અલગ બેઠકો કરી એમના મંતવ્યો જાણ્યા હતા અને ચૂંટણી માટે જરૂરી માહિતી આપી હતી

 જિલ્લા અધ્યક્ષ ઘનશ્યામ ભાઈ પટેલે જીલ્લ્લામાં ચાલતી પેજ પ્રમુખ અને પેજ સિમિતની માહિતી મેળવી આ કાર્ય પૂર્ણતાને આરે હોવાની ખુશી વ્યક્ત કરી હતી, સંગઠનના મહામંત્રી રમેશભાઈ મિસ્ત્રી અને સાંસદ જશવંતસિંહ ભાભોરે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ની યોજના ઓ જન જન સુધી પહોચાડવા માટેની હાકલ  કરી હતી

 . બેઠકમાં નર્મદા જિલ્લાના મહામંત્રી નીલ રાવે તમામ કાર્યકર્તાઓને આગામી ચૂંટણી સુધી વિપક્ષો દ્વારા થતા દુષ્પ્રચાર નો સામનો કરી સોસીયલ મીડિયા માધ્યમથી સરકારની સિદ્ધિઓ જનજન સુધી પહોંચાડવા હાકલ કરાઈ હતી.બેઠકમાં જિલ્લા હોદ્દેદારો મંડળના પ્રમુખ- મહા મંત્રીઓ, આઇટી -સોશિઅલ -મીડિયા અને મીડિયાના જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

(11:01 pm IST)