Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

નર્મદા જિલ્લામાં સોમવારે 1 જ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક 1713 પર પોંહોચ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં સાગબારા તાલુકાના સેલંબા ખાતે-1 દર્દી સાથે જિલ્લામાં માત્ર એકજ દર્દી પોજેટિવ નોંધાયો છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 9 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં 6 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં 18 દર્દી દાખલ છે.આજે 19 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે,આજદિન સુધી જિલ્લામાં કુલ 1668 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1713 પર પહોચ્યો છે.આજે વધુ 280 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:56 pm IST)