Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત પરિવાર સાથે નર્મદાની મુલાકાતે: નીલકંઠ ધામમા પૂજા કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત પરિવાર સાથે 3 દિવસ નર્મદા જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા છે.તેઓ ગાંધીનગર બાય રોડ અમદાવાદ વડોદરા થઈ ગુજરાતનું સુપ્રસિદ્ધ નર્મદા જિલ્લાનુંં પોઈચા સ્થિત નીલકંઠધામ મંદિરે આવી પહોંચ્યા હતા .રાજયપાલ આચાર્ય દેવવ્રત પરિવાર સાથે શ્રી નીલકંઠ ધામ (પોઇચા) મંદિરે દર્શન ખાતે ગૌ પૂજન, હાથી (ગણપતિ) પૂજન, મંદિર દર્શન, પ્રાકૃતિક તાલીમ કેન્દ્ર ઉદ્ઘાટન, પ્રદર્શન મુલાકાત ,વૃક્ષારોપણ અને ગૌધામ ભૂમિ પૂજન કર્યું હતું.
ત્યાંથી તેઓ સીધા સાંજે કેવડિયા ટેન્ટ સીટી ખાતે પહોંચ્યા હતા ત્યાં ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક એકતાં મોલ, ગ્લો ગાર્ડનની મુલાકાત લીધી હતી, રાત્રી રોકાણ તેઓ ટેન્ટ સીટી ખાતે કરશે.બીજે દિવસે તેઓ આરોગ્ય વન, કેક્ટ્સ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી અને બપોર બાદ જંગલ સફારી પાર્કની મુલાકાત કરશે.તેઓ સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને લેઝર શો નિહાળી રાત્રી દરમિયાન વિશ્વવન લાઈટિંગની વિઝીટ કરશે, ટેન્ટ સીટી ખાતે રાત્રી રોકાણ કરી ત્રીજે દિવસે 23 મીએ સવારે 9 કલાકે ટેન્ટ સીટીથી સીધા ફ્લાવર ઓફ વેલી પહોંચશે. ત્યાંથી તેઓ સીધા ખલવાણી ઇકો ટુરિઝમની મુલાકાત લેશે, બપોર બાદ તેઓ બાય રોડ વડોદરા એરપોર્ટ જવા રવાના થશે, બપોરે 3:30 કલાકે વડોદરા એરપર્ટ પરથી ગુજરાત સ્ટેટ એરક્રાફ્ટ દ્વારા અમદાવાદ અને ત્યાંથી બાય ગાંધીનગર, રાજભવન જવા રવાના થશે.

 

(10:38 pm IST)