Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

વિરમગામના વલાણા ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની મોકડ્રિલ યોજાઇ

વિરમગામ હાસલપુર ખાતે આઇઓસીએલનુ મોટું યુનિટ આવેલ છે

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  હાસલપુર ખાતે આવેલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વિરમગામ દ્વારા વલાણા ગામ પાસેથી પસાર થતી મેઈન લાઇન ઓફ સાઈડ ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી. સોમવારના રોજ યોજાયેલ મોકડ્રિલમાં વિરમગામ મામલતદાર, વિરમગામ ટાઉન પોલીસ તેમજ રૂરલ પોલીસના અધિકારીઓ, ક્લીન ઇન્ડિયામાંથી પલ્લવીબેન, આઇઓસીએલમાંથી લેફ્ટનન્ટ કર્નલ અશોકકુમાર તથા  વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિરમગામ હાસલપુર ખાતે આઇઓસીએલનુ મોટું યુનિટ આવેલ છે.

(10:21 pm IST)