Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

૧૭ વર્ષીય કિશોરી પર દુષ્કર્મ કરનાર હવસખોરની ધરપકડ

સુરતમાં વધતા જતા દુષ્કર્મના બનાવ ચિંતાજનક : બે માસનો ગર્ભ હોવાનું જાણવા મળતાં ઘટનાનો ભાંડો ફૂટ્યો

સુરત, તા. ૨૧ : સુરતના લીંબાયાત વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચારી તેને ગર્ભવતી બનાવનાર હવસખોરની લીંબયાત પોલીસે ધરપકડ કરી છે. પોતાની સાથે કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની પર વારંવાર આચારીયું દુષ્કર્મ હતું.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે સુરતના લીંબયાત વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય કિશોરી ત્યાંજ મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ પર કચરો ઉઠાવવાના ટ્રેકટરમાં કામ કરતી હતી. ત્યાં જ ટ્રેકટરના ડ્રાઈવર ગણેશ નામના યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને કામ પત્યા બાદ પોતાના ઘર ગોવિન્દ નગરમાં લઇ જતો હતો અને તેની સાથે મીઠી મીઠી વાતો કરી તેની સાથે પોતાની હવસ સંતોષતો હતો. આ જ રીતે અનેક વાર દુષ્કર્મ આચારીયું હતું.

સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો હતો, જ્યારે કિશોરીની પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો અને માતાએ તેને સુરતની સ્વિમીર હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યાં જ તબીબોએ સોનોગ્રાફી કરતા તેને બે મહિનાનો ગર્ભ હોઈ અને તે ગર્ભવતી હોવાનું બહાર આવતા માતાના પગેથી જમીન ખસકી ગઈ હતી. સમગ્ર મામલે માતાએ કિશોરીની પૂછપરછ કરતા તેની સાથે આ કામ તેની સાથે કામ કરતો ડ્રાઈવર ગણેશે કરીયું હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે માતાએ પોતાની દીકરી સાથે બનેલી ઘટનાને લઈ લીંબયાત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જ્યાં લીંબાયાત પોલીસે આરોપી વિરૂદ્ધ પોસ્કો અને દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપી ગણેશને તેના જ વિસ્તારમાંથી દબોચી લીધો હતો. હાલ તો લીંબયાત પોલીસે તેની ધરપડક કરી તેની વધુ તપાસ હાથ ધરી છે કે તેણે આ જ રીતે કોઈ અન્યને પોતાની પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર તો નથી બનાવ્યોને તે વિશે તપાસ કરી રહી છે. સુરત શહેરમાં હવસ ખોરોને જાણે પોલીસનો કોઈ જ ખોફ નહીં હોઈ તે રીતે નાની બાળકી સહિત કિશોરીને પણ પોતાની હવસનો શિકાર બનાવી રહ્યા છે. હાલ તો આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પણ હવે જોવું રહ્યું કે સુરતમાં આવા કિસ્સાઓ પર કયારે બ્રેક લાગે છે.

(8:37 pm IST)