Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

કાલથી એસવીપી હોસ્ટિપટલમાં નોન-કોવીડ દર્દીઓની પણ થશે સારવાર: અમદાવાદ મનપાનો મહત્વનો નિર્ણય

માર્ચ મહિનાથી કોરોના સિવાયના દર્દીઓની સારવાર બંધ કરાઈ હતી

અમદાવાદ : માર્ચ મહિનાથી કોરોનાના કેસો વધતા એસવીપી હોસ્પિટલમાં કોરોના સિવાયના દર્દીઓની સારવાર બંધ કરાઈ હતી હવે કોરોનાના કેસોમાં ઘટાડો થતા એસવીપી હોસ્પિટલમાં કોરોના સિવાયના દર્દીઓની સારવાર શરૂ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરાયો છે,અમદાવાદાવ ખાતેની એસવીપી હોસ્પિટલમાં 22મી ડિસેમ્બર એટલે મંગળવારથી અન્ય સારવાર પણ શરૂ કરવામાં આવશે

   અમદાવાદમાં મોટાભાગની હોસ્પિટલો કોવિડ હોસ્પિટલમાં પરિવર્તિત કરાતા સામાન્ય દર્દીઓને ભારે હાલાકી સહન કરવી પડી હતી. જોકે હવે કોરોનાના કેસો ઓછા થયા છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એસવીપી હોસ્પિટલને ફરીથી કોરોના સિવાયના દર્દીઓ માટે શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના સિવાયના દર્દીઓને કોરોના વાયરસનો ચેપના લાગે તેના માટે એસવીપી હોસ્પિટલના તંત્રએ ખાસ તકેદારી રાખી છે. કોરોના અને નોન કોરોનાના દર્દીઓ તથા સ્ટાફને એકબીજાનું સંક્રમણ લાગે નહિ તે માટેની ડીઝાઇન નક્કી કરવામાં આવેલ છે.

   એસવીપી હોસ્પિટલમાં જનરલ મેડિસિન, ગાયનેક, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, પીડીયાટ્રીક, સાયકિયાકી, ટી.બી વગેરે તથા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગ જેવા કે કાર્ડિયોલોજી, કર્ડીઓથોરાસિક, ન્યુરો મેડિસિન, ન્યુરોસર્જન, ગેસ્ટ્રો મેડિસિન, ગેસ્ટ્રો સર્જન, રૂમેટોલોજી, પ્લાસ્ટિક સર્જરી, પીડીયાટ્રીક સર્જરી વગેરે વિભાગોની ઓ.પી.ડી, ઇન્ડોર સારવાર તથા ઓપરેશન વિભાગ 22 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે

એસવીપી હોસ્પિટલમાં સ્ટાફ, સંસાધનો અને આઈસીયુની સંખ્યાને ધ્યાનમાં રાખતા ઈમરજન્સી સેવાઓ માં કાર્ડ તેમજ પી એમ જય કાર્ડ (PMJAY Card)ની સેવાઓ ચાલુ કરવામાં આવશે નહીં.

(8:36 pm IST)