Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સગી દાદીએ ચાર માસની પૌત્રીને આશ્રમમાં મૂકી : પિતાએ હાઇકોર્ટમાં અરજી કરી કબ્જો મેળવ્યો : અમદાવાદનો કિસ્સો

પરણિત પુરુષના અન્ય મહિલા સાથે સંબંધથી જન્મેલી:બાળકીની જૈવિક માતાએ તેનો કબ્જો પિતાને સોંપવા સહમતી દર્શાવી

અમદાવાદ: સામાન્ય રીતે માતા – પિતા કરતા પણ બાળકોના સંબંધ વધુ પ્રેમાળ અને પ્રેમભર્યા છે પરંતુ અમદાવાદમાં એવો કિસ્સો બન્યો છે જ્યાં સગી દાદીએ જ ચાર મહિનાની પૌત્રીને એકલા આશ્રમમાં છોડીને આવી ગયા છે. જોકે બાળકીના પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી તેનો કબજો પરત મેળવ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે મહિપતરામ આશ્રમને પરણિત પુરુષના (અરજદાર) અન્ય મહિલા સાથેના સંબંધથી જન્મેલી ચાર માસની બાળકીનો કબ્જો સોંપવાનો હુકમ કર્યો છે. અરજદાર પિતા કોરોનાની હોસ્પિટલમાં હોસ્પિટલમાં લઈ રહ્યાં હતાં ત્યારે સગી દાદી જ ચાર માસની પૌત્રીને મહિપતરામ આશ્રમમાં મૂકી આવ્યા હતાં.

અરજદાર પિતા વતી એડવોકેટ અનિક તિમબલિયા દ્વારા ચાર માસની બાળકીનો કબ્જો મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરવામાં આવી હતી. મહિપતરામ આશ્રમ બાળકીનો કબ્જો અરજદારને આપવા માટે લેખિતમાં પોલીસના આદેશની માંગ કરી હતી. સ્થાનિક પોલીસે આપવાની ના પાડતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

ગુજરાત હાઈકોર્ટે બાળકીની સારી સાર-સંભાળ રાખવા બદલ મહિપતરામ આશ્રમની ભારે પ્રશંશા કરી છે. સગી દાદીએ ચાર માસની પૌત્રીને ઓગસ્ટ મહિનામાં મહિપતરામ આશ્રમમાં મૂકી આવ્યા હતા.

કોરોનાની હોસ્પિટલમાં સારવાર લીધા બાદ અરજદાર પિતા જ્યારે પાછા આવ્યા અને બાળકી વિશે પૂછ્યું ત્યારે અરજદારની માતાએ બાળકી મેડિકલ સમસ્યાને લીધે મૃત્યુ પામી હોવાનું કારણ જણાવ્યું હતું. જોકે અરજદાર પિતાએ ભારપૂર્વક પૂછતાં તેની માતાએ કહ્યું કે તેને રાયપુરમાં આવેલા મહિપતરામ આશ્રમમાં મૂકીને આવ્યા છે.

ગુજરાત હાઈકોર્ટે 4 માસની બાળકીનો કબ્જો અરજદાર પિતાને સોંપતા પહેલા DNA રિપોર્ટ અને બાળકીની જૈવિક માતાએ તેનો કબ્જો પિતાને સોંપવા અંગે સંમતિ દર્શાવ્યા હોવાની નોંધ લીધી હતી.

 

બાળકીનો જન્મ 8મી જુલાઈના રોજ થયો હતો અને પ્રિ-મેચ્યોર ડિલિવરીને કારણે તેને 20 દિવસ સુધી હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ તરીકે રાખવામાં આવ્યા બાદ રજા આપવામાં આવી હતી.

બાળકીને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેના પિતાનો (અરજદાર) 1લી ઓગસ્ટના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 14મી ઓગસ્ટ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અરજદાર વિવાહિત પુરુષ હોવા છતાં તેમને અન્ય એક મહિલા સાથે સંબંધ હતા અને તેનાથી ચાર માસની બાળકીનો જન્મ થયો હતો. બાળકીની જૈવિક માતાએ તેનો કબ્જો પિતાને (અરજદાર) સોંપવા મુદ્દે સહમતિ દર્શાવી હતી.

(8:35 pm IST)