Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

રાજ્યમાં કોરોનાના વધુ 1,268 દર્દીઓ સ્વસ્થ થયા : નવા 960 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 7 લોકોના મોત : મૃત્યુઆંક 4241 થયો : કુલ 2,20,393 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,36,259 થયો

રાજ્યમાં આજે સૌથી વધુ સૌથી વધુ અમદાવાદમાં 211 કેસ, સુરતમાં 150 કેસ, વડોદરામાં 135 કેસ, રાજકોટમાં 122 કેસ, ગાંધીનગરમાં 40 કેસ, કચ્છમાં 31 કેસ, બનાસકાંઠામાં 26 કેસ, પંચમહાલ અને જૂનાગઢમાં 24-24 કેસ, મહેસાણામાં 21 કેસ, ભાવનગરમાં 19 કેસ, દાહોદમાં 17 કેસ નોંધાયા : હાલ 11,625 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 960 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ  1,268 દર્દીઓ રિકવર થયા છે  ચેહલ્લ ઘણા દિવસો બાદ નવા કેસની સંખ્યા 1000થી ઓછી થઇ છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 960 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1268 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2,36,259 થઇ છે જયારે આજે વધુ 1268 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 2,20,393 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 7 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4241 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 93,28 થયો છે

  રાજ્યમાં હાલ 11,625 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 66 છે. જ્યારે 11,559 લોકો સ્ટેબલ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કુલ 54,612 ટેસ્ટ  ટેસ્ટ થયા હતા અત્યાર સુધીમાં  91,08,393 ટેસ્ટ કરવામાં આવ્યા છે

  રાજ્યમાં  આજે 7 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 4, અને સુરત કોર્પોરેશનમાં 3 મળીને કુલ 7 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 960 પોઝિટિવ કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 211 કેસ સુરતમાં 150 કેસ,વડોદરામાં 135 કેસ, રાજકોટમાં 122 કેસ, ગાંધીનગરમાં 40 કેસ , કચ્છમાં 31 કેસ, બનાસકાંઠામાં 26 કેસ,પંચમહાલ અને જૂનાગઢમાં 24-24 કેસ,મહેસાણામાં 21 કેસ,ભાવનગરમાં 19 કેસ, દાહોદમાં 17 કેસ નોંધાયા છે

(7:48 pm IST)