Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

બોડી વોર્ન કેમેરા ઇમરજન્સી સમયે દૃશ્યો સાથે અવાજ પણ કેદ કરી લેશે.... નરસિહમા કોમાર

રાજકોટ તા. ૨૧ : ગુજરાત પોલીસના ખાસ કરીને ટ્રાફિક સહિતના જવાનો બોડી વોરન કેમેરા સાથે ફરજ બજવસે તેવી સતાવાર જાહેરાત સંદર્ભ રાજયના લો અને ઓર્ડર ના વડા શ્રી નરસિંહ મા કોમારે અકિલા સાથે ની વાતચીતમાં જણાવેલ કે રાજય સરકારનો આ પ્રોજેકટ ખૂબ મહત્વનો છે.                                       

આવા કેમેરાને કારણે દ્યટના સ્થળ પર જ લાઈવ દૃશ્યો કેદ થઈ જશે.એટલુજ નહિ આરોપીઓના અવાજો પણ તેમાં આવી જશે.એટલે નાશી છૂટેલા ગુનેગારો ને ઝડપવામાં સ્પીડ થવા સાથે અદાલતમાં પણ આવા ગુન્હા સાબિત કરવામાં ખૂબ જ ઉપયોગી બનશે. આ પ્રોજેકટ આમતો વેહેલો મૂર્તિ મંત થયો હોત પરંતુ કોવિડ મહામારી સહિતની બાબતો થોડી રાહ જોવડાી પરંતુ સરકાર અને તંત્ર અમલીકરણ માટે સતત પ્રયત્નશીલ હતા તેમાં બે મત નથી.

(6:43 pm IST)