Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ગુજરાત વર્ચ્યુઅલ શાળા ઓનલાઇન પરીક્ષામાં વિરમગામની ઈન્ડિયન પબ્લીક સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા

વિવેક જોષીએ ધોરણ ૧૨ ગણિત વિષયમાં તૃતિય અને મૌલીક રાઠોડે ધોરણ ૧૨ ફીઝીક્સ વિષયમાં રાજ્યમાં ટોપ-૧૦માં સ્થાન મેળવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ગુજરાત વર્ચ્યુઅલ શાળા ઓનલાઇન પરીક્ષામાં વિરમગામની ઈન્ડિયન પબ્લીક સ્કૂલના બે વિદ્યાર્થીઓ ઝળક્યા છે અને શાળા ઉપરાંત વિરમગામ શહેરનું નામ રોશન કર્યુ છે.

  સમગ્ર શિક્ષા, ગુજરાતનાં હોમલર્નિગ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત વર્ચ્યુઅલ શાળાના તારીખ ૦પ/૧૨/૨૦૨૦ ઓનલાઈન પરીક્ષામાં અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાની  ઈન્ડિયન પબ્લીક સ્કૂલ શાળાના વિવેક દિલિપભાઈ જોષી વિદ્યાર્થીએ ધોરણ  ૧૨ના ગણિત વિષયમાં તૃતિય મેળવેલ છે.

 આ ઉપરાંત સમગ્ર શિક્ષા, ગાંધીનગર તરફથી તારીખ ૧૯/૧૨/૨૦૨૦ના રોજ હોમલર્નિગ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત વર્ચ્યુઅલ શાળા અંતર્ગત યોજાયેલ ધોરણ ૧૨ની ફીઝીક્સ વિષયની ઓનલાઇન કસોટીમાં ઈન્ડિયન પબ્લીક સ્કૂલ વિરમગામનો વિદ્યાર્થી રાઠોડ મૌલીક રણછોડભાઇએ સમગ્ર રાજ્યમાં ટોપ-૧૦માં સ્થાન મેળવેલ છે. જે બદલ સમગ્ર શિક્ષા, ગુજરાત તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

(6:22 pm IST)