Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ગાંધીનગર:ચિલોડા-હિંમતનગર હાઇવે નજીક પોલીસે વાહનચેકીંગ હાથ ધરી 12 બોટલ દારૂના જથ્થા સાથે એક મુસાફરની ધરપકડ કરી

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર દારૃની હેરાફેરી અટકાવવા માટે વાહનચેકીંગ હાથ ધરવામાં આવી રહયું છે ત્યારે ચંદ્રાલા પાસે ચિલોડા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ખાનગી લકઝરી બસમાંથી વધુ એક મુસાફરને વિદેશી દારૃની ૧ર બોટલ સાથે ઝડપી પાડયો હતો. દારૃનો જથ્થો મંગાવનાર ઘાટલોડીયાના શખ્સ સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.   

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે અને તેમાં પણ હવે બુટલેગરો દ્વારા ખેપિયાઓની મદદથી એસટી અને ખાનગી લકઝરી બસોમાં મોકલી દારૃની ખેપ લગાડવામાં આવતી હોય છે. ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર આ પ્રકારે રાજસ્થાન તરફથી મુસાફરોના સ્વાંગમાં ખેપિયાઓ સક્રિય થયા છે. ત્યારે ચિલોડા પોલીસ દ્વારા ચંદ્રાલા પાસે અવારનવાર વાહનચેકીંગ કરીને દારૃની ખેપ મારતાં આવા ખેપિયાઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે સાંજના સમયે ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન રાજસ્થાન તરફથી આવતાં બસ નં.આરજે-૧ર-પીએ-૪૯૦૧માં તપાસ કરતાં આ બસમાં સવાર મુસાફર દીનેશકુમાર રામારામ રોત રહે.તરૈયા પોસ્ટ ડોજાડુંગરપુરના પાસે રહેલા થેલામાંથી વિદેશી દારૃની ૧ર બોટલ મળી આવી હતી.

(5:49 pm IST)