Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સુરતના અમરોલી વિસ્તારમાં પિતાના મિત્રની હત્યાનો પ્રયાસ કરનાર રિક્ષાચાલકની પોલીસે રંગે હાથે ધરપકડ કરી

સુરત: શહેરના અમરોલી વિસ્તારમાં પખવાડીયા અગાઉ પિતાના મિત્રની હત્યાનો પ્રયાસ કરનાર રીક્ષાચાલક યુવાનની અમરોલી પોલીસે ધપરકડ કરી છે.રીક્ષાચાલક મયુરસિંહ ત્રણ વર્ષ અગાઉ યુવતીને ભગાડી ગયો હતો ત્યારે પિતાના મિત્રએ ઠપકો આપ્યો હતો. તેની અદાવતમાં તેણે હુમલો કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અમરોલી-નવો કોસાડ રોડ સ્થિત ઓમ શાંતિનગર સોસાયટીમાં ઘર નં. એ 17 માં રહેતા મોહનભાઇ વણઝારા (ઉ.વ. 48 મૂળ રહે. જોગડાવાસ, તા. પાલી, જિ, રાજસ્થાન) ગત 5 ડિસેમ્બરની સાંજે 4.15 વાગ્યાના અરસામાં અમરોલી માનસરોવર ચાર રસ્તા નજીક સહયોગ મેડીકલની ગલીમાંથી પસાર થઇ રહ્યા હતા. તે દરમ્યાન તેમના મિત્ર રતનસિંહ પરમાર (રહે. સહયોગ પાર્ક, માનસરોવર, અમરોલી) નો પુત્ર મયુર લાકડાના ફટકા અને ચપ્પુ લઇ ઘસી આવ્યો હતો. મયુરે મોહનભાઇ પર હુમલો કરી લાકડાના ફટકા વડે માર માર્યો હતો અને ચપ્પુ વડે પેટના ભાગે બેથી ત્રણ ઘા ઝીંકી દીધા હતા. હુમલાને પગલે લોકોનું ટોળું એક્ઠું થતા મયુર ભાગી ગયો હતો. એક્ત્ર થયેલા ટોળામાંથી એક મહિલાએ કાર્ટીંગ એજન્ટ તરીકે કામ કરતા મોહનભાઇના પુત્ર ધીરેશ વણઝારાને મોબાઇલ પર જાણ કરતા તે તુરંત જ દોડી આવ્યો હતો અને લોહીલુહાણ હાલતમાં પિતાને 108 એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. ઘટનાની જાણ થતા અમરોલી પોલીસ તુરંત જ દોડી આવી હતી.

(5:47 pm IST)