Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સુરતના ડિંડોલી વિસ્તારમાં પુત્રવધૂને માર મારતા પુત્રને અટકાવનાર પિતા પર ચપ્પુથી જીવલેણ હુમલો કરનાર નરાધમ પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના ડિંડોલી હળપતિવાસમાં ગતસાંજે લબરમુછીયો યુવાન પત્નીને મારતો હોય તેને મોટો ભાઈ અને પિતા સમજાવવા જતા તે મોટાભાઈ પાછળ ચપ્પુ લઈ દોડયો હતો.પિતાએ તેને અટકાવી ધક્કો મારતા લબરમૂછીયાએ ચપ્પુ મારતા તે મોતને ભેટ્યા હતા.પિતાની હત્યા કરી યુવાન ફરાર થઈ જતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડિંડોલી સી.આર.પાટીલ રોડ સાંઈ પોઇન્ટ પાસે નવા હળપતિવાસમાં રહેતા અને કડીયાકામ કરતા મનોજભાઈ રાઠોડના બે પુત્રો પૈકી નાના પુત્ર મહેન્દ્ર ( ઉ.વ.19 ) એ ભીમરાડની યુવતી ચૈતાલી સાથે પ્રેમલગ્ન કર્યા છે અને હાલ તેમને બે માસનો પુત્ર વૈભવ છે. મહેન્દ્ર ગત બપોરે પત્ની-પુત્ર સાથે સાસરે ગયો હતો અને સાંજે 5 વાગ્યે પરત ફર્યો હતો. કલાક બાદ કામ ઉપરથી પરત આવેલા મનોજભાઈ મોટા પુત્ર મહાદેવ સાથે ઘરની બહાર પત્નીની દુકાન ઉપર બેસેલા હતા ત્યારે 6.30 ના અરસામાં મહેન્દ્ર પત્ની સાથે પિયરમાં તે માતા સાથે બહાર ગઈ હતી તો મોડી કેમ આવી હતી. તે બાબતે ઝઘડો કરતો હોય મનોજભાઈ, પત્ની સોનાબેન અને મહાદેવ તેને સમજાવવા અંદર ગયા હતા.મહેન્દ્ર ચૈતાલીને માર મારતો હોય તમામે તેને અટકાવ્યો હતો.

(5:47 pm IST)