Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સુરતના ઈચ્છાપોરમાં ગાડીમાંથી પડી ગયેલ હેલ્મેટ લેવા જતા શખ્સનું કન્ટેનરની હડફેટે મોત

સુરત: શહેરની નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઈચ્છાપોરના ભાઠાના ભાટપોરમાં રાખલનગર રહેતા ભુજ જવાનો રમણભાઈ ધીરજભાઈ રાઠોડ ગઈ તારીખ 19મી સવારે તેના પરિચિત સાથે મોટરસાયકલ પર બેસીને કામ અર્થે જવા નીકળ્યા હતા. 

જોકે ઈચ્છાપોર રોડ પર ઓએનજીસી કંપનીના ગેટ પાસે તેમના હાથમાંથી હેલ્મેટ છટકીને રોડ પર પડ્યું હતું. જેથી રમણભાઈ હેલ્મેટ લેવા રોડ પર ગયા હતા. જોકે તે હેલ્મેટ ઉચકીને આવતી વખતે પુરપાટ હંકારતા કન્ટેનર ચાલકે રમણભાઈની હડફેટે લેતા ગંભીર ઈજા થઈ હતી. 

જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે રમણભાઈ ત્રણ સંતાન છે. તે છૂટક મજૂરી કામ કરતા હતા. આ અંગે ઈચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:46 pm IST)