Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ગોધરાના વેજલપુર નજીક નાદરખા પાસે કેમિકલ કંપનીમાં ભીષણ આગ : 10 કી,મી, સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા

હાલોલ,કાલોલ,ગોધરાથી ફાયરફાયટર આગ બુજાવાની કામગીરીમાં જોતરાયુ

પંચમહાલ જીલ્લાના મથક ગોધરાથી વેજલપુર નજીક આવેલા નાદરખા ગામ પાસે આવેલી કુશા કેમિકલ કંપનીમા આગ લાગવાની ઘટના બની છે.જેને લઇને આસપાસના આગની ઘટનાને લઈને જીલ્લામાં આવેલા ફાયરફાયટરની ટીમો ઘટના સ્થળે પહોચી છે.

પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરાથી વડોદરા જતા માર્ગ ઉપર નાદરખા ગામ પાસે કુશા કેમિકલ ફેક્ટરી આવેલી છે.જેમા બપોરના ગાળામા ફેકટરીના એક પ્લાન્ટમા આગ લાગવાની ઘટના બની છે.ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ લેતા આસપાસ ૧૦ કિમીમા વિસ્તાર સૂધી ગોટેગોટા દેખાતા હતા.

આગના વિકરાળ સ્વરૂપને કારણે ભયનો માહોલ સર્જાયો હતો.બનાવને લઈને હાલમા હાલોલ,કાલોલ,ગોધરાથી ફાયરફાયટર આગ બુજાવાની કામગીરીમાં જોતરાયુ છે.હાલમા આગ ઓલવાની કામગીરી ચાલી રહી હોવાનૂ જાણવા મળ્યુ છે. આગ કયા કારણોસર લાગી તે જાણવા મળ્યુ નથી.

(6:30 pm IST)