Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સુરતના અઠવા ઓવરબ્રિજ નજીક રહસ્યમય રીતે બ્રિજ નીચેથી પટકાતા યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ

સુરત: શહેરના અઠવા ઓવરબ્રિજ નીચે રવિવારે બપોરના 22 વર્ષીય એક અજાણ્યો પુરુષ તાપી નદીમાં કિનારે ડાબા હાથના ફેક્ચર થયેલી હાલતમાં પડેલો હતો. રામદેવએ 108ને જાણ કરતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. 

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે આ યુવાન રહસ્યમય સંજોગોમાં પુલ પરથી નીચે પડી જતા ગંભીર ઇજા થવાથી મોત થયું હતું. તેનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે કહ્યું હતું કે તેને મલ્ટીપલ ઇજા થવાના કારણો મોતને ભેટયો હતો. આ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:46 pm IST)