Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ઘર બહાર બેઠેલ વૃદ્ધાને નમસ્કાર કરી ગઠિયો કાનમાં પહેરેલ બૂટી ખેંચી છૂમંતર.....

વડોદરા:શહેરના પાણીગેટ દરવાજા પાસે આવેલી ગૌરવ સોસાયટીમાં ઘર આંગણે ખુરશી પર બેસેલા વૃદ્ધાને બે હાથ જોડી નમસ્કાર કરી ગઠિયો વૃદ્ધાએ કાનમાં પહેરેલી સોનાની કડી ખેંચી ફરાર થઈ જવાનો બનાવ સિટી પોલીસ મથકે નોંધાયો છે. ફરિયાદના આધારે સીટી પોલીસે અજાણ્યા યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેરના પાણીગેટ દરવાજા પાસે ગૌરવ સોસાયટીમાં રહેતા 62 વર્ષીય અમિતાબેન ચોકસી ગઈકાલે બપોરે ઘરની બહાર ખુરશી ઉપર બેસ્યા હતા તે વખતે આશરે 22 વર્ષની ઉંમર ધરાવતો યુવક આવ્યો હતો. અને બે હાથ જોડી નમસ્કાર કરતા વૃદ્ધાએ પણ તેને બે હાથ જોડી નમસ્કાર કર્યો હતો. અને અચાનક તે વૃદ્ધાએ કાનમાં પહેરેલી રૂપિયા 8,000ની કિંમતની સોનાની કડી ખેંચી નાસી છૂટયો હતો. બનાવના પગલે વૃદ્ધાએ બૂમાબૂમ કરતા સ્થાનિક રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા પરંતુ  યુવક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

(5:43 pm IST)