Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

વડોદરામાં હોટલમાં જમવા ગયેલ પરિવારના ઘરને નિશાન બનાવી તસ્કરોએ 68 હજારની મતાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના જહાંગીરપુરામાં જમવા બેસેલા પરિવારના મકાનને ટાર્ગેટ કરી અજાણ્યો તસ્કર તિજોરીને ચાવી વડે ખોલી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 68,000ની મત્તા ચોરી  નાસી છૂટયા હોવાનો બનાવ વાડી પોલીસ મથકે નોંધાયો છે.

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ જહાંગીરપુરામાં રહેતા મહંમદ જાવેદ શેખ ફેબ્રીકેશન વ્યવસાય સાથે સંકળાયેલા છે. શનિવારે રાત્રે 8 વાગ્યે તેઓ રાબેતા મુજબ પોતાના ઘરને સાંકળ મારી ઉપરના માળે તેઓના માતા-પિતા સાથે જમવા માટે ગયા હતા અને ત્યારબાદ એક કલાક પછી નીચે આવતા ઘરની સાંકળ ખુલ્લી જણાઈ આવી હતી. તપાસ કરતા ઘરની તિજોરીને ચાવી વડે ખોલી સોના ચાંદીના ઘરેણા ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. 

(5:43 pm IST)