Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

વિજયભાઈ રૂપાણીના હસ્તે જન સ્મોલ ફાઇનાન્સ બેંકની ૧૫ શાખાઓનું ઇ-લોકાર્પણ

આઇ-ટી રિટર્ન, મોર્ગેજ કે જી.એસ.ટી. નંબર વગરના નાના માણસોને ધિરાણ આપતી નાના માણસોની મોટી બેંકઙ્ગ આજના સમયની માંગ છેઙ્ગઈમાનદારી અને નિષ્ઠાથીઙ્ગ નાના માણસો લોનઙ્ગ સહાય ભરપાઈ કરી દેનારા લોકો છે આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ રાજયના ૨.૫ લાખઙ્ગ જેટલા સામાન્ય માનવી નાના ધંધા રોજગાર કરનારા લોકોનેઙ્ગ ૨૫૦૦ કરોડનું ધિરાણ મર્ળ્યું : વિજયભાઇ

રાજકોટ તા. ર૧: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, આઇ-ટી રિટર્ન, મોર્ગેજ કે જી.એસ.ટી. નંબર ન ધરાવતા નાના માણસોને નાનું ધિરાણ આપતી બેંક વર્તમાન સમયની માંગ છે. દેશના અર્થતંત્રને ફાઇવ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવા માટે નાના માણસોના હાથ સુધી ધિરાણ-મુડી પહોચે આવશ્યક છે.

ઙ્ગજન સ્મોલ ફાઇનાન્સ બેંકની ગુજરાત સ્થિત ૧૫ શાખાઓનું ઇ-લોકાર્પણઙ્ગ ગાંધીનગર થી કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરીઙ્ગ ભારતને ફાઈવ ટ્રિલિયન ડોલર ઇકોનોમિ બનાવવા નો જે લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે તેમાં આવા નાના માણસો સ્વરોજગાર કરનારાઓ બેન્કો માંથી લોન સહાય મેળવી પોતાનું યોગદાન આપી શકશે.ઙ્ગ ઙ્ગઙ્ગ

નાના માણસોની મોટી બેંક તરીકે રાજયમાં જન સ્મોલ ફાઇનાન્સ બેંક કાર્યરત રહીને સામાન્ય માનવી નાના સ્વરોજગાર કરનારાઓને નાણાં સહાય પૂરી પાડવામાં રાજય સરકારની યોજનાઓમાં સહયોગ કરે તેવું સૂચન મુખ્યમંત્રીશ્રી એ કર્યું હતું.

આ સંદર્ભમાં શ્રી વિજય ભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મહિલા જૂથોને ધિરાણઙ્ગ સહાય આપવામાં બેંકના સહકારની અપેક્ષા વ્યકત કરી હતી.

તેમણે કહ્યું કે, આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ રાજયના ૨.૫ લાખ લોકોને ૨૫૦૦ કરોડનું ધિરાણ મળ્યું છે. અરજદારોને ૨્રુ વ્યાજે ૧ લાખ અને ૪્રુ વ્યાજે ૨.૫ લાખની લોન મળી છે. રાજય સરકારે ક્રમશૅં ૬્રુ અને ૪્રુ વ્યાજની સબસિડી આપી છે.ઙ્ગઙ્ગ

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, રાજયની કો-ઓપરેટીવ્સ બેંકોએ પણ નાના માણસોની મોટી બેંક બની લોકોને ધિરાણ આપ્યું છે. સામાન્ય માણસોના હાથમાં મુડી (કેપીટલ) પહોચતા તેઓ બે પાંદડે થશે. ગુજરાતનું અર્થતંત્ર આગળ વધશે. ગ્રામીણ ક્ષેત્રોમાં બેંક મેનેજર આંખની ઓળખાણથી ધિરાણ આપતા હોય છે. લોકો જાત જામીનગીરી પર લોન લેતા હોય છે.ઙ્ગ

જન સ્મોલ ફાઇનાન્સ બેંક તેના નામ પ્રમાણે જન-સામાન્યની બેંક બની રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ રાજયની જનતા વતી જન સ્મોલ ફાઇનાન્સ બેંકના અધિકારીઓને અભિનંદન અને શુભેચ્છાઓ અપી હતી.

ભાવનગર, ભરુચ, દ્યાટલોડીયા, મોડાસા, વરાછા, ભુજ, મહેસાણા, વલસાડ, ગોધરા, હિંમતનગર, જુનાગઢ, રાજકોટ, કલોલ, નારોલ અને પાટણ ખાતેની જન સ્મોલ ફાઇનાન્સ બેંકની શાખાઓના ઇ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, જન સ્મોલ ફાઇનાન્સ બેંકના એમ.ડી. શ્રી અજય કનવર અને ઝોનલ હેડ શ્રી ગૌરવ જૈઠવા ઉપસ્થિત રહ્યા હતા.

(5:10 pm IST)