Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રથમ પ્રદેશ પ્રમુખ હતાઃ શું નવા પ્રમુખ કોંગ્રેસને સત્તા સુધી પહોંચાડશે ?

અમદાવાદ: ગુજરત કાંગ્રેસના 32મા પ્રમુખ તરીકે હાલ ઇશ્વરસિંહ ચાવડાના પૌત્ર અને ભરતસિંહ સોલંકીના પિતરાઇ ભાઇ અમિત ચાવડા સુકાન સંભાળી રહ્યા છે. જોકે તેમના નેતૃત્વમાં ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી ભાજપાનો ખેસ ઘારણ કર્યો વર્ષ 2019ની લોકસભાની ચુટણીમાં કારમો પરાજય થયો અને ત્રણ પેટાચૂંટણીમાં પણ રકાસ જોવા મળ્યો. છેલ્લે યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂટંણીમાં કોંગ્રેસને સમ ખાવા એકેય બેઠક ન મળી. ત્યારે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ હાઇકમાન્ડ સમક્ષ રાજીનામુ ધર્યુ છે. ત્યારે કેટલાક નેતાઓના નામ અત્યારે પ્રદેશ પ્રમુખની રેસમાં છે. જોકે હવે નવા પ્રદેશ પ્રમુખ ગુજરાત કોંગ્રેસને સત્તા સ્થાને પહોચાડશે કે કેમ તે સવાલ છે.

ગુજરાત કાંગ્રેસની સ્થાપના 1921માં થઇ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી કાંગ્રેસ પાર્ટીએ 31 પ્રદેશ પ્રમુખનું સુકાન જોયુ છે. ત્યારે પ્રદેશ પ્રમુખની સફર પર એક નજર કરીએ.ગુજરાત કાંગ્રેસના અત્યાર સુધી થઇ ગયેલા પ્રમુખની વાત કરવામાં આવે, તો લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રથમ પ્રદેશ પ્રમુખ હતા.

    સરદાર વલ્લભભાઇ પટેલ 1931 થી 1946

    કનૈયાલાલ ના દેસાઇ 1946 થી 1956

    મગનભાઇ શંકરભાઇ પટેલ 1956 થી 1959

    ઠાકોરભાઇ એમ દેસાઇ 1959 થી 1962

    ત્રિભોવનદાસ કે  પટેલ 1962 થી 1967

    વજુભાઇ શાહ 1967 થી 1969

    કાંતીલાલ ઘીયા 1969 થી 1970 અને 1976 થી 1977

    રતુભાઇ અદાણી 1970 થી 1972 અને 1978

    ઝીણાભાઇ દરજી 1972 થી 1974

    રાઘવજી લેઉવા 1974

    કુમુદબેન જોશી 1974

    માધવસિંહ સોલંકી 1974 થી 1975 અને 1978 થી 1980

    હિતેન્દ્ર દેસાઇ 1975 થી 1976

    માલજીભાઇ ઓડેદરા 1980 થી 1981

    મહિપત મહેતા 1981

    મહંત વિજયદાસ 1981 થી 1985

    અહેમદ પટેલ 1985 થી 1988

    પ્રબોધ રાવલ 1988 થી 1989

    નટવરલાલ શાહ 1989 થી 1992

પ્રબોધ રાવલની બીજી ટર્મથી કાંગ્રેસના રકાસની શરૂઆત થઇ હતી. ત્યારથી લઇ અત્યાર સુધી કોંગ્રેસ ક્યારેસ સીધી રીતે અને એકલે હાથે વિધાનસભાની ચૂંટણી જીતી સત્તા સ્થાને પહોંચી નથી. પ્રબોધ રાવલ અને ત્યાર બાદના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં કાંગ્રેસ વિપક્ષમાં બેઠી છે. તે હજી સુધી વિપક્ષમાં જ છે.

    પ્રબોધ રાવલ 1992 થી 1997

    સી ડી પટેલ 1997 થી 2001

    અમરસિંહ ચૌધરી 2001 થી 2002

    શંકરસિંહ વાઘેલા 2002 થી 2004

    બી કે ગઢવી 2004 થી 2005

    ભરતસિંહ સોલંકી 2006 થી 2008 અને 2015 થી 2018

    સિધ્ધાર્થ પટેલ 2008 થી 2011

    અર્જુન મોઢવાડીયા 2011 થી 2015

    ભરતસિંહ સોલંકી 2015 થી 2018

    હાલ અમિત ચાવડા કન્ટીન્યૂ

હવે અમિત ચાવડાએ રાજીનામુ ધર્યુ છે, ત્યારે કોને માથે પ્રમુખની જવાબદારી આવે છે તેના પર સૌની નજર મંડરાયેલી છે. શું નવા પ્રમુખ કોંગ્રેસને સત્તા સુધી પહોંચાડશે. કોંગ્રેસ નવો ચહેરો લાવશે કે પછી જૂના જોગીને સ્થાન આપશે તે જોવુ રહ્યું.

(5:09 pm IST)