Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

મહાનુભાવોના આવાસ..દેશ વિદેશના નેતાઓની આવન-જાવન અને ભૂતકાળમાં અક્ષરધામ પર આતંકી હુમલા વિગેરેના પગલે અંતે અમલવારીની દિશામાં પગરણ

ગાંધીનગરને પોલીસ કમિશનરેટમા ફેરવી અનુભવી પોલીસ કમિશનર આપવાની દીશમાં ચાલતી કવાયતનની ભીતરની કથા : પાટનગરના આગવા મહત્વને ધ્યાને લય મુખ્યમંત્રીના વિશ્વાસુ લાંબો અનુભવ સાથે સંવેદનશીલતા ધ્યાને લય અભય સિહ ચુડાસમા અને અનુપમ સિહ ગેહેલોત તથા સુભાષ ત્રિવેદી અને વડોદરાના પોલીસ કમિશનર ના નામો આ પદ માટે મોખરે હોવાની ચર્ચ ટોચ લેવલ ચાલે છે

રાજકોટ તા. ૨૧ : રાજયના ૪ મોટા શહેરો માફક હવે પાટનગર ગાંધીનગરની રાજકિય પુષ્ટ મુખ્ય મંત્રી ગવર્નર સહિતના મહાનુભાવોના મુખ્ય કેન્દ્ર અને મહત્વના વિવિધ સ્થાનો અને ભૂતકાળમાં અક્ષરધામ પર આતંકી હુમલો અને વિદેશી મહેમાનો સહિત વિવિધ રાજયના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની મુલાાતીઓ વિગેરે બાબતો ધ્યાને લઈ જિલ્લા કક્ષાને બદલે પોલીસ કમિશનરેટ લેવલે ફેરવવાની વિચારણા તુર્તમાં મૂર્તિમંત કરવા સાથે આઇજી લેવલે કયા વિશ્વાસુ અને કાર્યદક્ષ અધિકારી નીમાશે? તે બાબતે આઇપીએસ વર્તુળોમાં જબરજસ્ત ચર્ચા શરૂ થયેલ છે...                                                   

સમગ્ર કાર્યવાહી ઝડપથી થાય તે માટે અમદાવાદ જિલ્લા પોલીસ વડા મયુરસિહ                  ચાવડા દ્વારા અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનના  હદની માહિતી માગવામાં આવે છે.જાણકારોના કથન મુજબ ગયા બજેટમાં આ મુત્સદો પાસ કરવામાં આવ્યો છે. ચાંદખેડા સાબરમતિ અને સોલા પોલીસ સ્ટેશનનો વિસ્તાર પહેલા ગાંધીનગરમાં હતો તે ફરી તેમાં સમાવેશ થાય તેવી સંભાવનાની દિશામાં કાર્ય છે.ગાંધીનગર લોકલ આઈ બી નકશા તૈયાર કરવામાં પ્રવૃત્ત બની છે.                                        

તમામ રીતે ખૂબ જ મહત્ત્વના ગાંધીનગર માટે ખૂબ જ અનુભવી કાર્યદક્ષ અને ખાસ કરીને મુખ્ય મંત્રીના વિશ્વાસુ એવા આઇજી લેવેલનાં જે અધિકારીઓના નામોની ચર્ચ છે તેમાં હાલના ગાંધીનગર રેન્જ વડા અભય સિહ ચુડાસમા તથા રાજકોટ અને વડોદરામાં પ્રશંસનિય ફરજ બજવનારા ગુપ્તચર વડા અનુપમ સિહ ગેહલોત સીઆઈડી ક્રાઈમના સુભાષ ત્રિવેદી અને વડોદરા સીપી આર. બી.બ્રહ્મભટ્ટના નામોની ચર્ચા છે.ભૂતકાળમાં ગુપ્તચર વડાને ગાંધીનગર રેન્જમાં પણ ફરજ સુપરત થયેલ તે બાબતને જોડી મુખ્ય મંત્રી સહિત તમામના વિશ્વાસુ અનુપમ સિહનું નામ આરીતે ચર્ચા મા છે.            

સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન તથા લો અને ઓર્ડર આઇજી નરસિંહમા કોમાર પણ શ્રેષ્ઠ પસંદગી બની શકે પરંતુ આ અધિકારીઓ ટુંક સમયમાં એડિશનલ ડીજીપી બનનાર હોય વિચારણા અટકી જાય છે.

અત્રે યાદ રહે કે ગાંધીનગર જિલ્લામાં હાલમાં ૭ જેટલા વિભાગીય વડાં અર્થાત્ ડીવાયએસપી છે. નવા ફેરફારથી ડીસીપી લેવલના પાંચ નવા અધિકારીઓ કાર્યરત બનશે બ્રંચોમાં ફરજ બજાવતા જુનિયર આઇપીએસ માટે ઉતમ તક છે.

ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ બ્રાન્ચ ટ્રાફિક માટે અલગ ડીસીપી સહિત મુખ્યમંત્રી સલામતી એસપીના હોદા હવે ડીસીપીના બનશે.

(6:45 pm IST)