Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ગુજરાતમાં ૩૭% લોકો ડાયાબિટિસ અને હાઇ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાય છે

હાઇ ડાયાબિટિસ અને BPના દર્દીઓમાં ચિંતાજનક વધારો : ડાયાબિટિસ, હાઇ બ્લડપ્રેશરના સૌથી વધુ દદીઓ ધરાવતા રાજયોમાં ગુજરાત ત્રીજા સ્થાનેઃ સરવે

નવી દિલ્હી તા. ર૧ : અદ્યતન જીવનશૈલીને કારણે ગુજરાતમાં ડાયાબિટિસ અને બ્લડપ્રેશરની સમસ્યા ધરાવનારાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં હાઇ ડાયાબિટિસ અને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવનારાઓનું કુલ પ્રમાણ અંદાજે ૩૬.૮૦% છે હાઇ ડાયાબિટિસ અને હાઇ બ્લડ પ્રેશરના સૌથી વધુ દર્દીઓ ધરાવતા રાજયોમાં ગુજરાત ત્રીજા સ્થાને છે.

તાજેતરમાં જારી કરવામાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે ગુજરાતના શહેરી વિસ્તારમાંથી ૮.૪% શહેરમાંથી ૭.૬%, ગ્રામ્યમાંથી ૬.૧% એમ ૬.૭% મહિલાઓને ખૂબ જ વધુ ડાયાબિટિસ છે બીજી તરફ શહેરમાંથી ૧૭.૬%, ગ્રામ્યમાં ૧૪.૬% એમ ૧પ.૮૦% મહિલાઓમાં ડાયાબિટિસનું પ્રમાણ એટલું વધુ છે કે  બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા તેમને દવાની જરૂર પડે છે. બીજી તરફ શહેરોમાં ૯.પ% હાઇ-૭.૩%વેરીહાઇજ જયારે ગ્રામ્યમાંથી ૮.પ% પુરૂષો હાઇ-૬.૯% વેરી હાઇ ડાયાબિટિસની સમસ્યા ધરાવે છે. શહેરોમાંથી ૧૭.૮%-ગ્રામ્યમાંથી ૧૬.ર% એમ સરેરાશ ૧૬.૯% પુરૂષોને હાઇ ડાયાબિટિસની સમસ્યા છે.

હાયપર ટેન્શન ધરાવનારાઓના  પ્રમાણમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. શહેરોમાંથી ૧૧.૪% ગ્રામ્યમાંથી ૧ર% મધ્યમ કક્ષાનું શહેરોમાંથી ૩.૮% ગ્રામ્યમાંથી પ.૧% મહિલાઓ મધ્યમથી વધુ પ્રમાણના જયારે શહેરમાંથી ર૧.૧૦% ગ્રામ્યમાંથી ર૦.૧૦% મહિલાઓ હાઇ બ્લડપ્રેશરની સમસ્યા ધરાવે છે. આમ, બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે દવાની જરૂર પડતી હોય તેવી મહિલાઓનૂં પ્રમાણ ર૦.૬% છે. શહેરોમાંથી ૩૯% ગ્રામ્યમાંથી ૪.૮% મધ્યમથી વધુ વધારે  જયારે શહેરોમાંથી ર૦.૩પ્ ગ્રામ્યમાંથી ર૦.૩% પુરૂષો એવા છે જેમને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે દવા લેવાની જરૂર પડે છે.

અમદાવાદમાં પુરૂષો કરતાં મહિલાઓને વધુ હાઇ બ્લડ પ્રેશર

અમદાવાદથી ર૦.૧% પુરૂષ, ર૦.૩% મહિલાઓ હાઇ ડાયાબિટિસ જયાર ે ૧૮.પ% મહિલાઓ અને ૧૬.ર% પુરૂષો હાઇ બ્લ્ડ પ્રેશરની સમસ્યા ધરાવે છે. ડાયાબિટિસ અને હાઇ બ્લડ પ્રેશરના આ એવા દર્દીઓ છે જેમને  નિયંત્રણ માટે દવા લેવી પડે છે. અમદાવાદમાં પુરૂષો કરતાં મહિલાઓમાં હાઇ બ્લડપ્રેશર અને હાઇ ડાયાબિટિસનું પ્રમાણ એકંદરે વધારે છે.

(3:31 pm IST)