Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

બધા જ શાસ્ત્રોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી અને ભગવાન શ્રી સ્વા્મિનારાયણના વચનામૃતો શિરમોડ છે: શા. માધવપ્રિયદાસજીસ્વામી, મેમનગર ગુરુકુલ ખાતે ઘનશ્યામ મહારાજના રજતમહોત્સવ પ્રસંગે: ઉજવાયેલ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ: ૨૫ કલાકની અખંડ ધૂનની પૂર્ણાહૂતિ

અમદાવાદ તા.૨૧ સ્વામિનારાયણ ગુરૂ­કુલ મેમનગર ખાતે શ્રી ઘનશ્યામ મહારાજનો રજત જયંતી મહોત્સવ ઉજવાઇ  રહ્યો છે ત્યારે યોગાનુયોગ આજ દિવસ ૧૮૭૬ માગશર સુદ ૪ દિવસે આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી વચનામૃતને પણ દ્વિશતાબ્દી વર્ષ પૂર્ણ થતાં, મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં વચનામૃત જયંતી મહોત્સવ ઉજવાયો હતો.                     

 વચનામૃત પુસ્તકને પાલખીમાં પધરાવી ગુરુકુલ પરિસરમાં જ બેન્ડવાજા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

 શા. માધવપ્રિયદાસજીસ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી હરિસ્વરુપચદાસજી સ્વામીએ વચનામૃતની  ઉતારી હતી.

    શા.માધવપ્રિયદાસજી સ્વામીએ વચનામૃતનો મહિમા સમજાવતા જણા્વ્યું હતું કે બધાજ શાસ્ત્રોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી અને ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનામૃતો શિરમોડ છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયના સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, સદ્ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી અને સદ્ગુરુ શ્રી શુકાનંદ સ્વામી આ ચાર સંતોએ વચનામૃતનું સંકલન કરેલ છે.

વચનામૃત ગ્રન્થ તૈયાર થઇ રહ્યો હતો ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણે એ ગ્રન્થને જોઇને ખૂબજ પ્રશંસા કરી હતી.

આ વચનામૃત ગ્રન્થ ભગવાન શ્રી સ્વામિનારાયણની હાજરીમાં જ તૈયાર થયો છે. અને ભગવાન શ્રી સ્વામિનારાયણે એને પ્રમાણિત કરેલ છે.

ખરેખર ગુજરાતી ભાષાના સાહિત્યકારોએ વચનામૃતને ગુજરાતી ભાષાનો આદ્ય અને અજોડ ગ્રન્થ કહ્યો છે.

 ઘનશ્યામ મહારાજના રજત મહોત્સવ નિમિત્તે ૨૫ કલાકની અખંડ ધૂનની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉપરાંત ભાઇઓ અને બહેનો જોડાયાં હતાં.

(3:23 pm IST)