Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

વડોદરા જિલ્લા એસઓજીનો સપાટો : છોટાઉદેપુર ડભોઇ હાઇવે પર બોલેરોમાંથી 78 કિલો ગાંજો ઝડપાયો

પણસોલી ગામના બસ સ્ટેન્ડ પાસે બોલેરો પીકઅપ વાનમાંથી ગાંજા સાથે બે આરોપીને પકડી લેવાયા

વડોદરા : જિલ્લાની એસઓજીની ટીમે ગઇકાલે રાત્રે છોટાઉદેપુર ડભોઇ હાઇવે પરથી 78 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. ગઇકાલે રાત્રે પીકઅપમાં વિવિધ સ્થળો છુપાવેલા આ ગાંજાના પેકેટ જોઇને પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે કુલ 78 કિલો ગાંજા સાથે 9.87 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે. જિલ્લા એસઓજીને મધ્યપ્રદેશ પાસિંગની બોલેરો પીકઅપ વાનને અટકાવતા તેમાંથી મોટા પ્રમાણમાં ગાંઝો મળી આવ્યો હતો. પોલીસે પહેલાથી જ મળેલી બાતમીનાં આધારે મધ્યપ્રદેશ પાસિંગની બોલેરો અટકાવી હતી. જેમાંથી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ મળી આવ્યો હતો

  પણસોલી ગામના બસ સ્ટેન્ડ પાસે એસઓજી ફિલ્ડીંગમાં હતી ત્યારે આ છોટા હાથી આવ્યો હતો. જેની અંદર બેઠેલા શાંતિલાલ બરડ અને નવલસીંગ નારવેની અંગજડતી લીધી હતી. ત્યાર બાદ ગાડી ચેક કરતા તેમાંથી 40 પેકેટ મળી આવ્યા હતા. એસઓજીએ બંન્નેની પુછપરછ કરતા આ ગાંજો મહારાષ્ટ્રના ધુલિયાના સાંગલી તાલુકાના મહાદેવ ઉર્ફે મનોજ નારચ પાસેથી ખરીદ્યો હોવાનું બહાર આવ્યું હતું. વિસનગર ખાતે રહેતા બાબુશાહ ફકીરને આપવાનો હતો તેવું જણાવ્યું હતું
મહારાષ્ટ્રના ધુલિયાથી 547 કિલોમીટર દૂર વિસનગરમાં માલ આપવા જઇ રહેલા બંન્ને વડોદરા પોલીસે ઝડપી લીદા હતા.

(11:22 pm IST)