Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સાપુતારામાં ગુલાબીઠંડીના આહલાદક માહોલમાં વીક એન્ડ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા

નૌકાવિહાર, ઘોડેસવારી, પેરાગલાઈડિંગ, એડવેન્ચર એક્ટિવિટીની મજા માણી

સાપુતારા :રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે શની રવિવાર ના વિકેન્ડ કરવા ગુજરાત ,મહારાષ્ટ્ર ના મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા નાના મોટા ધંધાર્થીઓને બખ્ખા થઈ જવા પામ્યા હતા.
દુનિયાભર માં કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં ધંધોરોજગાર પર માંથી અસર પહોંચી છે ત્યારે રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા કેટલાક સમયથી બદલાયેલા વાતાવરણમાં આહલાદક માહોલ સર્જાતા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. શનિ રવિવાર ના વિકેન્ડ માં ગુજરાત, મહારાષ્ટ્ર, સહિત મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસી ઉમટી પડયા હતા. સાપુતારા ખાતે ફૂલ ગુલાબી ઠંડીના ચમકારા સાથે દિવસભર શીત લહેરના પગલે પ્રવાસી ઓ નૌકાવિહાર, ઘોડેસવારી, પેરાગલાઈડિંગ, એડવેન્ચર એક્ટિવિટીની મજા માણવા ભારે ભીડ જોવા મળી હતી

(10:35 pm IST)