Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

રાજપીપળા મુખ્ય પોસ્ટ ઓફિસમાં માત્ર 2 જ પ્રિન્ટર હોવાથી પાસબુક માં એન્ટ્રી માટે ગ્રાહકોને ધક્કા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરમાં એકમાત્ર મુખ્ય પોસ્ટ ઓફીસ હોય જેમાં ગ્રાહકોને અનેક તકલીફો માંથી પસાર થવું પડે છે.
 ખાસ કરીને ગ્રાહકોએ પાસબુક માં એન્ટ્રી પડાવવા જેવી નાનકડી બાબતે પણ ધક્કા ખાવા પડે છે જેમાં જાણવા મળ્યા મુજબ આખી પોસ્ટ ઓફિસમાં માત્ર બે જ પ્રિન્ટર છે અને કાઉન્ટર ઉપર લેવડ દેવડની રોજ મોટી લાઈનો લાગતી હોય તેવા સમયે કોઈ ગ્રાહક એન્ટ્રી પડાવવા જાય તો ત્યાં પાસબુક મૂકી જવા અથવા બીજા દિવસે આવવા જણાવવામાં આવે છે,અમુક ગ્રાહકોને તો નવી બચતમાં રોકાણ બાદ પાસબુક નથી આવશે ત્યારે આપીશું તેમ કહ્યા બાદ ગ્રાહક જ્યારે ત્યાં સંપર્ક કરે તો અધિકારી પાસબુક આવી ગઈ છે તેમ જણાવે છે તો સાચું કોણ..? એજન્ટ કે લાગતા વળગતા અધિકારી..? કેમ રૂપિયા મુકનાર ગ્રાહક પાસે રૂપિયા લીધા બાદ તુરત કે એક બે દિવસ માં પાસબુક અપાતી નથી તેવા ઘણા સવાલો હાલ આ પોસ્ટ ઓફિસમાં ઉઠવા પામ્યા છે.માટે આ પોસ્ટ ના અધિકારીઓ આ બાબતે ગ્રાહકોને ધક્કે ન ચઢવું પડે એ માટે કાળજી લે તેવી માંગ છે.

(10:18 pm IST)