Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

નર્મદા જિલ્લામાં રવિવારે માત્ર 1 જ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક 1712 પર પોંહોચ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રવિવારે 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળાના પાદરિયાની વાડી- ૧ સાથે જિલ્લા માં માત્ર એકજ દર્દી પોજેટિવ નોંધાયો છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 8 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં 10 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં 30 દર્દી દાખલ છે.આજે 07 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે,આજદિન સુધી જિલ્લામાં કુલ 1649 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1712 પર પહોચ્યો છે.આજે વધુ 144 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:20 pm IST)