Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

રાજપીપળા પોલીસે માંડણ ગામે છાપો મારી રૂ.25 હજાર નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા પોલીસે રાજપીપળા પોલીસે માંડણ ગામે બાતમીના આધારે રેડ કરી રૂ.25 હજાર નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા પો.સ્ટે.ના પીએસ આઇ એસ. એમ.રાઠવાની ફરિયાદ મુજબ નાંદોદ તાલુકા ના માંડણ ગામમાં રહેતા રણજીતભાઇ બચુભાઇ વસાવાએ પોતાના ઘરની બાજુના ખેતરમાં તુવરના ઘાસના ઢગલામાં ગે.કા.નો વગર પાસ-પરમીટનો ભારતીય બનાવટ ના કવાટરીયા નંગ-૨૩૪ કિ.રૂ.૨૩, ૪૦૦ તથા બીયર નંગ-૨ કિ.રૂા.૫૦૦ તથા બોટલ નંગ-૩ કિ.રૂા.૧૫૦૦  મળી કૂલ કિ.રૂ.૨૫,૪૦૦નો રાખી રેડ દરમ્યાન ઘરે હાજર ન મળતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:11 pm IST)