Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

નર્મદામાં સાઇબર ક્રાઈમ નો કિસ્સો સામે આવ્યો ATM કાર્ડ નંબર માંગી ગરુડેશ્વરના વૃદ્ઘના બેન્ક ખાતા માંથી ૪.૫૮ લાખની ઠગાઈ

મોબાઈલ ઉપર આવતા ખોટા ફોન કોલ્સ તેમજ મેસેજ માં કોઈપણ પર્સનલ માહિતી આપતા પહેલા ખરાઈ કરવી જરૂરી: ઠગ ટોળકીઓ IP એડ્રેસ ટ્રેસ ન થાય તેવા નંબર ઉપરથી ફોન મેસેજ કરી રોજ આજ રીતે પ્રજાના કરોડો રૂપિયાની ઉઠાંતરી કરે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આપણા દેશના વડાપ્રધાન દ્વારા પ્રજાને ડિજિટલ માધ્યમથી ટ્રાન્ઝેક્શન કરવા આહવાન કરવામાં આવે છે ઉપરાંત હાલ ડીઝીટલ માધ્યમ નો ઉપયોગ લોકો માટે ઘણો ફાયદાકારક તો છે પરંતુ તેની સામે ખતરો પણ એટલોજ હોય કેટલાક લોકો માટે ડીઝીટલ માધ્યમ અભિશાપ રૂપ બની રહ્યું છે રોજ કેટલાય ફ્રોડ કોલ્સ તેમજ મેસેજ દ્વારા ઠગ ટોળકીઓ ભોળી પ્રજા ના ખાતા માંથી કરોડો રૂપિયાની ઉચાપત કરી નાખે છે ત્યારે આવા ફોન કોલ્સ ના IP એડ્રેસ પણ ટ્રેસ થતા નથી અને આવા ઠગ લોકો પોલીસ સકંજામાં આવતા નથી સરકાર તેમજ પોલીસ વારંવાર સાઇબર ક્રાઈમ વિશે પ્રજા ને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે પરંતુ શિક્ષણ નો અભાવ કહો કે પછી સમજદારી નો અભાવ કે કેટલાક કિસ્સાઓમાં લાલચમાં બેન્ક ખાતાની માહિતી લોકો અજાણ્યા વ્યક્તિ ઓને આપી દેતા હોય છે ત્યારે પોતાના પૈસા ગુમાવવાનો વારો આવે છે.

આવોજ એક કિસ્સો નર્મદા જિલ્લામાં બન્યો છે જેમાં  પ્રાપ્ત માહિતી મુજબ ગરુડેશ્વર ના સાંઢિયા ગામે આશ્રમ સેવા કરતા રવિન્દ્રકુમાર જગ્ગનનાથ પ્રસાદ બંસલ ઉ.વ ૭૩ ના મોબાઈલ નંબર ઉપર ૮૩૮૯૯૨૨૯૩૮ મોબાઇલ ફોનથી કોઈક અજાણ્યા શખ્સ નો ફોન આવ્યો અને કહ્યું કે "હુ બેન્ક ઓફ બરોડામાંથી શર્મા બોલુ છુ તમારૂ એકાઉન્ટ સીઝ થઇ ગયુ છે જેથી તમારો આધારકાર્ડ નંબર તથા ATM કાર્ડ નંબર આપો તો તમારૂ ખાતું ચાલુ થઇ જશે" ત્યાર બાદ ક્રાઈમ નો ભોગ બનનાર રવીન્દ્ર કુમાર એ અજાણ્યા ફોન કૉલ વાળા વ્યક્તિને ATM નંબર તથા આધારકાર્ડ નંબર આપી દીધો ત્યારબાદ વારંવાર OTP નંબર આવેલ તે OTP નંબર બરાબર દેખાતો નથી અને OTP નંબર આપવામા તમે લેટ પડ્યા છો તેમ કહી મોબાઇલ ઉપર છ મેસેજ ના OTP નંબર મેળવી બેન્ક ખાતામાંથી બેન્ક ઓફ બરોડામાંથી શર્મા બોલુ છુ તેમ કહી રૂ.૪,૫૮,૫૯૫ /- રવીન્દ્રકુમાર ના એકાઉન્ટ માંથી ટ્રાન્સફર કરી લીધા જોકે ગરુડેશ્વર પોલીસે IPC ૪૦૬,૪૧૯,૪૨૦ તથા ઇન્ફોરમેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૦ ની કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબ ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી હાથ ધરી છે.
અમે અપીલ કરીએ છીએ.,તમારા મોબાઈલ માં કોઈપણ લોભામણી જાહેરાત કે ફોન કોલ્સ આવે તો કોઈપણ પ્રકાર ની માહિતી આપશો નહીં જો કોઈ સમસ્યા જણાય તો આપની બેન્ક શાખાનો જ સંપર્ક કરો તથા પોલીસ નો સંપર્ક કરો એ જરૂરી છે.

(10:10 pm IST)