Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ટ્રેન મત શુરૂ કરના વરના ઠોક દેંગે:સુરક્ષા જવાનની ધમકીથી વડોદરામાં ત્રણ સુપરફાસ્ટ ટ્રેન અટવાઈ

જબ તક હમારે સાથી ઠીક તરીકે સે બેઠ નહીં જાતે,ટ્રેન મત શુરૂ કરના વરના ઠોક દેંગે:ચૂંટણી બંદોબસ્તમાં આવેલ જવાનની એન્જિન ડ્રાઇવરને ધમકી

વડોદરા:ચૂંટણીના બંદોબસ્તમાંથી પરત જતાં સુરક્ષા જવાનોના કારણે વડોદરા સ્ટેશને ત્રણ સુપર ફાસ્ટ ટ્રેનો અટવાઈ હતી.સુરક્ષા જવાનની ધમકીને કારણે આ ટ્રેનો અટવાઈ હતી ટ્રેન આગે ચલી તો ઠોક દેંગે એવું એક સુરક્ષા જવાને કહેતાં સુપર ફાસ્ટ ટ્રેનો અટવાઈ પડી હતી.સુરક્ષા જવાનો પરત તેમના મૂળ હેડ કવાર્ટર ખાતે જઈ રહ્યા છેરેલવે તંત્ર દ્વારા જવાનો માટે વિવિધ ટ્રેનોમાં બે-બે કોચ અલગથી ફા‌ળવ્યા હતા.

  વિગતો મુજબ મંગળવારે રાત્રે ગોલ્ડન ટેમ્પલ ફ્રન્ટિયર એકસપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતાં રાતના 2-52 વાગે બેસવા લાગ્યા હતા.ટ્રેનના વિરામનો સમય પૂરો થતાં ટ્રેનના ગાર્ડે ટ્રેન ઉપાડવા માટેનો સંકેત કર્યો હતો ટ્રેનના એન્જિન ડ્રાઇવરે ટ્રેન શરૂ કરવા પ્રયાસ કરતાં એક જવાને ડ્રાઇવરને કહ્યું હતું કે જબ તક હમારે સાથી ઠીક તરીકે સે બેઠ નહીં જાતે આપ ટ્રેન મત શુરૂ કરના વરના ઠોક દેંગે. જેથી ડ્રાઇવર ગભરાઈ ગયો હતો અને ટ્રેનને ઉભી કરી દીધી હતી.

રેલવે સ્ટેશને સુરક્ષા જવાનોએ ચૂંટણી બંદોબસ્તમાંથી પરત ફરી રહ્યાં હતા ત્યારે એક જવાને જ્યાં સુધી પોતાના સાથી બેસી ન જાય ત્યાં સુધી ટ્રેન નહીં ઉપાડવા અને જો તેમ નહિ કરાય તો ઠોક દેંગે તેવી ધમકી અપાતા ત્રણ સુપરફાસ્ટ ટ્રેનો અટવાઈ પડી હતી જેમાં ગોલ્ડન ટેમ્પલ ટ્રેનને એક કલાક સુધી,પારસનાથ એકસપ્રેસમાં પણ જવાનો બેસતાં તે ટ્રેનને સવા કલાક  અને વલસાડ-હરિદ્વાર એકસપ્રેસ ટ્રેનને 45 મિનિટ રેલવે તંત્રે રોકી રાખી હતી. સ્ટેશન ડાયરેકર સંજય તિવારીએ જણાવ્યું હતું કે રાતે બનેલી આ  ઘટનાના કારણે રેલવેના મુસાફરો પરેશાન થઈ ગયા હતા.બુધવારે જનતા એક્સપ્રેસમાં પણ બે કોચ જવાના હતા પણ ટ્રેન રદ કરાઇ હતી.

રેલવે બોર્ડના નિયમ મુજબ કોઈ પણ સુપર ફાસ્ટ ટ્રેનનું સ્ટોપેજ માત્ર પાંચ મિનીટનું હોય છે જો વોટરીગં કરવાનું હોય તેવા સંજોગોમાં ટ્રેનને વધુમાં વધુ 10 મિનીટનું સ્ટોપેજ અપાય છે.જયારે મંગળવારે રાત્રે ગોલ્ડન ટેમ્પલ વડોદરા ખાતે રાતના 2-52 વાગે આવી હતી અને 3-52 વાગે ઉપડી હતી જયારે પારસનાથ રાત્રે 1-38 વાગે આવી હતી અને 3-52 વાગે તેમજ વલસાડ-હરીદ્વાર એકસપ્રેસ 18-45 વાગે આવી હતી અને 19-20 વાગે ઉપડી હતી.ટ્રેનના કોચમાં  પ્રવેશ માટે બે દરવાજા હોય છે એટલે સામાન સાથે સુરક્ષા જવાનો સરતાથી બેસી શકે તેમ હતા પણ બેસવામાં મોડું કરતાં ટ્રેનો અટવાઈ પડી હતી.

 

 

 

(11:58 pm IST)