Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

બાયડ તાલુકાના ડેમોઈ ગામે એકસાથે ત્રણ મકાનમાં આગ ભભૂકતા અફડાતફડી: લાખોની ઘરવખરી બળીને ખાખ

બાયડ:તાલુકાના ડેમાઈ ગામે ત્રણ મકાનોમાં આગ લાગતા અફરાતફરી મચા ગઇ હતી. આગના લીધે રાચરચીલા સહિત લાખોનુું નુકસાન થયું હતું.
ડેમાઈ સુથાર વાસમાં મા-બાપ વિના ના બે ભાઈઓ જુના પુરાણા મકાનમાં રહેતા હતાં. સોમવારના દિવસે સવારના સમયે છુટક મંજુરીએ બને ભાઈઓ ગયા હતાં. ત્યારે એકા એક તેમના મકાનમાંથી ધુમાડો નિકળતા આજુ બાજુના રહીશોએ ભેગા થઈ મકાન માલિકને બોલાવ્યા હતા. મકાન માલિક ઘરે આવ્યા ત્યાં સુધીમાં આગના લપટામાં આખુ ઘર આવી ગયું હતું.
ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલીક પાણીની ટેન્કર મોકલવામાં આવી હતી. તેમજ આજુબાજુના રહીશોએ પોતાના ઘરે થી પાણી લાવી આંગ હોલાવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આંગ એક મકાનમાંથી બીજા મકાનમાં અને બાજુના બીજા મકાનમાં પ્રસરી જવા પામી હતી.
જેમાં ગીરીશભાઈ ચંદુભાઈ સુથાર ના મકાનમાંથી તમામ સામ્રગી બળી ને ખાંખ થઈ જવા પામી હતી. તેમજ બાજુના મકાનમાં મનહરભાઈ નાથાભાઈ સુથાર અને ટીનાભાઈ સાધુ ના મકાનમાં પણ નુકસાન થવા પામ્યું હતું.
બાયડ થી ફાયરબ્રીગેડને બોલાવીને આંગને કાબુમાં લેવામાં આવી હતી. પંચાયતના તલાટી અને પોલીસ દ્વારા પંચનામુ કરવામાં આવ્યું હતું. જેમાં ગીરીશભાઈ સુથારના મકાનમાં ૨ લાખ ઉપરાંતનું નુકશાન થવા પામ્યું હતું. અન્ય બે મકાનમાં ૫૦ હજાર ઉપરાંતમાં નુકસાન થવા પામ્યું હતું.

(6:51 pm IST)