Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

50 હજારની લાંચ લેતા સુરત મહાપાલિકાના આસિ.એન્જિનિયર રંગે હાથે ઝડપાયા

અમદાવાદ: સુરત મહાપાલિકાનાં એક આસિ. એન્જિનિયર રૂ. પ૦ હજારની લાંચ લેતા લાંચરૂશ્વત વિરોધી બ્યૂરોએ ગોઠવેલા છટકામાં આબાદ ઝડપાઇ જતાં આ અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

લાંચરૂશ્વત વિરોધી બ્યૂરોના જણાવ્યા પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે, સુરતના રાંદેર વિસ્તારમાં આવેલાં ફાતિમા એપાર્ટમેન્ટના પાંચમાં માળે રહેણાંકનો ગેરકાયદે બંધાયેલો માળ ન તોડી પાડવા માટે આસિ. એન્જિનિયર હરેશભાઇ પટેલે રૂ. પ૦ હજારની લાંચની માંગણી કરી હતી.

આ અંગે અસરકર્તા વ્યક્તિએ સુરત લાંચરૂશ્વત વિરોધી બ્યૂરોની કચેરીમાં ફરિયાદ આપતાં એસીબીના અધિકારીઓએ રાંદેર ઝોન ખાતેની કચેરી પર સફળ છટકું ગોઠવી ઉપરોક્ત આસિ. એન્જિનિયરને રૂ.પ૦ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:44 pm IST)