Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

દિલ્હી મુંબઈમાં પડેલા દરોડાનું પગેરું ગાંધીધામમાં નીકળ્યું !! :ત્રણથી ચાર સ્થળોએ ઇન્કમટેક્ષના દરોડાની કાર્યવાહી ચાલુ

અમદાવાદના અંબિકા ગ્રુપ અને ધાંગધ્રામાં કેમિકલ ગ્રુપને ત્યાં સર્ચ બાદ હવે ગાંધીધામમાં આઈટીની કાર્યવાહી :કંડલા SEZમાં ગુટકાના મોટા ઉત્પાદકને ત્યાં તવાઈ

ભુજ : અમદાવાદ અને ધાંગધ્રામાં બાદ હવે ગાંધીધામમાં પડ્યા આઈટીના દરોડા કાર્યવાહી શરૂ થઇ છે, ગાંધીધામમાં ત્રણથી ચાર સ્થળોએ ઇન્કમટેક્ષ સર્વે હાથ ધરાયો હોવાનું જાણવા મળે છે 

 બીજીતરફ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલા ગુટકાના મોટા ઉત્પાદકને ત્યાં તવાઈ બોલાવાઇ હોવાનું જણાવાઈ રહ્યું છે 

 મળતી વિગત મુજબ આજે સવારથી જ ગાંધીધામમાં ત્રણથી ચાર સ્થળોએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે ચર્ચાતી વિગત મુજબ દિલ્હી મુંબઈમાં પડેલા દરોડાનું પગેરું ગાંધીધામમાં નીકળ્યું છે 

  અમદાવાદમાં ફટાકડાના વેપારી અંબિકા ગ્રુપ અને ધાંગધ્રા માં કેમિકલ ગ્રુપને ત્યાં સર્ચ ઓપરેશન પછી હવે ગાંધીધામમાં ઇન્કમટેક્સ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે 

(12:11 am IST)